Boardના વિદ્યાર્થીઓ સાથે PM Modi કરશે સંવાદ! પરીક્ષા પે ચર્ચા-2024 કાર્યક્રમનું કરાયું આયોજન, જાણો વિગત


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-01-29 14:11:22

વિદ્યાર્થીના જીવનમાં ભણતરનું વિશેષ મહત્વ રહેલું હોય છે. શાળામાં આપવામાં આવતું શિક્ષણ બાળકના ઘડતરમાં મહત્વનો ભાગ ભજવે છે. બોર્ડની પરીક્ષાને લઈ બાળકોમાં તેમજ વાલીઓમાં વધારે ચિંતા રહેલી હોય છે. બોર્ડના માર્ક્સ પર વિદ્યાર્થીનું આગળનું જીવન નિર્ભર રહેલું હોય છે. આગળ કઈ લાઈન લેવી તે નક્કી કરવામાં આવતું હોય છે. પરીક્ષાને લઈ વિદ્યાર્થીને ટેન્શન ન રહે તે માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. પીએમ મોદી આજે ફરી એક વખત પરીક્ષા પે ચર્ચા કરવા જઈ રહ્યા છે. 

2 કરોડથી વધારે વિદ્યાર્થીઓએ કર્યું છે રજીસ્ટ્રેશન   

પીએમ મોદી આ કાર્યક્રમ અંતર્ગત વિદ્યાર્થીઓ સાથે પરીક્ષા અંગે ચર્ચા કરશે. મળતી માહિતી અનુસાર 2 કરોડથી વધુ વિદ્યાર્થીઓ, વાલીએ તેમજ શિક્ષકો આ ચર્ચામાં ભાગ લેવા માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે. પરિક્ષા પે ચર્ચા 2024 કાર્યક્રમનું આયોજન ભારત મંડપમ, ITPO, પ્રગતિ મેદાન, નવી દિલ્હી ખાતે સવારે 11 વાગ્યાથી કરવામાં આવશે. ઓનલાઈન પ્રસારણ પણ કરવામાં આવશે. કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન દ્વારા આ અંગેની માહિતી આપવામાં આવી છે. ડેટા શેર કરતા તેમણે કહ્યું કે  2.26 કરોડ વિદ્યાર્થીઓએ પીએમ મોદીના કાર્યક્રમ PPC 2024 માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે.  


ભૂપેન્દ્ર પટેલ આ શાળામાં આપી શકે છે હાજરી!

મહત્વનું છે કે પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમમાં વિદ્યાર્થીઓની સાથે પીએમ મોદી શિક્ષકોને તેમજ વાલીઓને પણ સંબોધિત કરવાના છે. પરીક્ષાને લઈ વિદ્યાર્થીઓ પર વધારે પ્રેશર મા-બાપ તેમજ શિક્ષકો દ્વારા આપવામાં આવતું હોય છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઘાટલોડિયામાં આવેલી નૂતન વિદ્યાવિહાર હાયર સેકેન્ડરી સ્કૂલમાં આ કાર્યક્રમ વખતે હાજરી આપી શકે છે તેવી માહિતી સામે આવી છે. 



વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...