પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી (PM Modi in Surat)આજે એટલે કે 17મી ડિસેમ્બરે 67 લાખ ચોરસ ફૂટથી વધુ વિસ્તારમાં ફેલાયેલા સુરત ડાયમંડ બોર્સનું ઉદ્ઘાટન કરશે. ગુજરાતની મુલાકાતે છે આવેલા પીએમ મોદી આજે સવારે 10.45 કલાકે વડાપ્રધાન મોદી સુરત એરપોર્ટ પર નવા ઈન્ટિગ્રેટેડ ટર્મિનલ બિલ્ડિંગનું ઉદ્ઘાટન કરશે. PM મોદી સવારે 11.15 વાગ્યે સુરત ડાયમંડ બુર્સનું ઉદ્ઘાટન કરશે. SDB ભવન સંકુલનું ઉદ્ઘાટન કર્યા બાદ સુરત ડાયમંડ બુર્સનું નાનું મોડલ પીએમ નરેન્દ્ર મોદી સમક્ષ રજૂ કરવામાં આવશે. સુરત ડાયમંડ બુર્સમાં દુનિયાભરના ડાયમંડ રો-મટિરિયલની હરાજી, રફ, કટ એન્ડ પોલિશ્ડ ડાયમંડ, સ્ટડેડ જ્વેલરી, ડાયમંડ-ગોલ્ડ-સિલ્વર-પ્લેટિનમ જ્વેલરી સહિતની હાઈ વેલ્યુ ગુડ્ઝ મોટી માત્રામાં અહીં ખરીદ-વેચાણ માટે ઉપલબ્ધ બનશે.
#WATCH | Gujarat: Prime Minister Narendra Modi inaugurates the New Integrated Terminal Building of Surat Airport. pic.twitter.com/79M7UJEZn1
— ANI (@ANI) December 17, 2023
સુરત ડાયમંડ બુર્સમાં 4700થી વધુ ઓફિસો
#WATCH | Gujarat: Prime Minister Narendra Modi inaugurates the New Integrated Terminal Building of Surat Airport. pic.twitter.com/79M7UJEZn1
— ANI (@ANI) December 17, 2023સુરત ડાયમંડ બુર્સ (SDB)સૌથી મોટી ઈન્ટરકનેક્ટેડ બિલ્ડીંગ છે અને યુએસ ડિફેન્સ હેડક્વાર્ટર પેન્ટાગોન કરતા પણ મોટી છે. તેમાં 4700થી વધુ ઓફિસો છે. આ કાર્યક્રમ માટે દેશ અને દુનિયામાંથી 70,000 થી વધુ લોકોને આમંત્રણ આપવામાં આવ્યું છે. તેનો ખર્ચ 3,500 કરોડ રૂપિયા થયો છે. બિલ્ડિંગનું બાંધકામ ફેબ્રુઆરી 2015માં શરૂ થયું હતું. તેનું કામ એપ્રિલ 2022માં પૂર્ણ થયું હતું. SDBની સ્થાપના સુરતના હીરા ઉદ્યોગ દ્વારા ઉત્પાદન અને વેપાર બંને માટે વન-સ્ટોપ હબ તરીકે કરવામાં આવી છે. સુરત વિશ્વના 92% નેચરલ ડાયમંડનું ઉત્પાદન કરે છે. આ ઈમારતનું નામ આ વર્ષે ઓગસ્ટમાં ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયું હતું. આ ઇમારત 35.54 એકરમાં ફેલાયેલી છે. તેનો બિલ્ટ અપ એરિયા 67 લાખ ચોરસ ફૂટ છે. આ પહેલા વિશ્વના સૌથી મોટા ઓફિસ કોમ્પ્લેક્સનો રેકોર્ડ અમેરિકાના પેન્ટાગોનના નામે હતો. પેન્ટાગોનનો બિલ્ટઅપ એરિયા 65 લાખ ચોરસ ફૂટ છે.
9 ગ્રાઉન્ડ ટાવર અને 15 માળ
સુરતમાં બનેલા આ મેગાસ્ટ્રક્ચરમાં 9 ગ્રાઉન્ડ ટાવર અને 15 માળ છે. નવ લંબચોરસ ટાવર્સ યેન્ટ્રલ સ્પાઈન સાથે જોડાયેલા છે. પબ્લિક અનાઉન્સમેન્ટ સિસ્ટમ સાથે 67 લાખ સ્કવેર ફુટ બાંધકામ અને 4500 થી વધારે ડાયમંડ ટ્રેડીંગની ઓફિસ છે. ઈમારતને ઈન્ડિયન ગ્રીન બિલ્ડીંગ કાઉન્સિલ (IGBC) તરફથી પ્લેટિનમ રેન્કિંગ મળ્યું છે. ઓફિસો ઉપરાંત, ડાયમંડ બુર્સ કેમ્પસમાં સેફ ડિપોઝીટ વોલ્ટ, કોન્ફરન્સ હોલ, મલ્ટીપર્પઝ હોલ, રેસ્ટોરાં, બેંકો, કસ્ટમ ક્લિયરન્સ હાઉસ, કન્વેન્શન સેન્ટર, એક્ઝીબિશન સેન્ટર, તાલીમ કેન્દ્રો, મનોરંજન એરિયા અને ક્લબ જેવી સુવિધાઓ છે. છેલ્લા કેટલાક અઠવાડિયામાં, ઘણી ડાયમંડ ટ્રેડિંગ કંપનીઓએ અહીં તેમની ઓફિસ શરૂ કરી દીધી છે.
શા માટે સુરત ડાયમંડ બુર્સ
(1) ભારતમાંથી હીરા, જેમ્સ અને જ્વેલરીની આયાત, નિકાસ અને વેપારને પ્રોત્સાહન આપવું. (2)હીરાના ઉત્પાદન અને વેપાર સાથે સંકળાયેલા લોકોને અદ્યતન ઈન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું પાડવું. કટિંગ, પોલિશિંગ અને પ્રોસેસિંગ સહિત ડાયમંડ, જેમ્સ અને જ્વેલરી સંબંધિત વ્યવસાયને વિસ્તારવા. (3)ભારતને વિશ્વમાં આધુનિક હીરા, જેમ્સ અને જ્વેલરી માર્કેટ તરીકે વિકસાવવું. (4)65,000થી વધુ હીરા નિષ્ણાતો માટે આ ઇમારતને અનુકૂળ હબ બનાવવાનો લક્ષ્ય છે.
65,000 લોકો અવર-જવર કરી શકશે
આ બિલ્ડિંગની ડિઝાઈન દિલ્હી સ્થિત આર્કિટેક્ટ સોનાલી અને મનિત રસ્તોગી અને તેમની ફર્મ મોર્ફોજેનેસિસ દ્વારા બનાવવામાં આવી છે. મનિત રસ્તોગીએ બિલ્ડીંગના સ્ટ્રક્ચર અને તેને બનાવવાના પડકાર પર કહ્યું - બિલ્ડિંગ બનાવવાનો સૌથી મોટો પડકાર એ હતો કે બિલ્ડિંગ કેવી રીતે ડિઝાઇન કરવી જેમાં લગભગ 65,000 લોકો અવર-જવર કરી શકે. આ એક ઉચ્ચ સુરક્ષા ઝોન પણ છે. તેના તમામ ઓક્યુપેંટ એક જ સમયે બિલ્ડિંગની અંદર અને બહાર આવશે. તેથી જ વર્ટેબ્રા જેવા આકારની ઇમારત બનાવવામાં આવી છે. કરોડરજ્જુ નાના હાડકાંની એક સિરિઝથી બનેલી હોય છે જેને વર્ટેબ્રે કહેવાય છે. તેવી જ રીતે આ ઈમારત પણ એકબીજા સાથે જોડાયેલ છે. દરેક ટાવરને દરેક ફલોરથી કનેકટ કરતું સ્ટ્રકચર “સ્પાઈન”, ઈમ્પોર્ટ-એક્ષપોર્ટ માટે કસ્ટમ ક્લીયરન્સ હાઉસની સુવિધા છે. અહીં સ્પાઈનમાં 4 અલગ અલગ સેફ (લોકર) વોલ્ટની સુવિધા, સ્પાઈનના કોમન પેસેજને ઠંડો રાખવા માટે- રેડિયન્ટ કુલીંગ સિસ્ટમ, ગ્રાઉન્ડ ફલોર પર મેમ્બરો માટે બેંક, રેસ્ટોરન્ટ, ડાયમંડ લેબ વગેરે સુવિધાઓ રહેશે.