28 મેના રોજ પીએમ મોદી નવા સંસદ ભવનનું ઉદ્ધાટન કરવાના છે. પરંતુ સંસદ બિલ્ડીંગનું ઉદ્ધાટન થાય તે પહેલા આ મામલે રાજકારણ ગરમાઈ રહ્યું છે. નવા સંસદ ભવનને લઈ એક તરફ વિપક્ષી પાર્ટીઓ ઉદ્ધાટન કાર્યક્રમને બહિષ્કાર કરવાની જાહેરાત કરી રહી છે તો બીજી તરફ અમિત શાહે આ મામલે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. અમિત શાહે કહ્યું કે નવું સંસદ ભવન પીએમ મોદીની દુરંદેશીનો પુરાવો છે, તે રેકોર્ડ સમયમાં પૂર્ણ થયું છે. પીએમ મોદી 28 મેના રોજ સંસદ ભવનનું ઉદ્ધાટન કરવાના છે અને તે દરમિયાન 60 હજાર શ્રમ યોગીઓને પણ સન્માનિત કરવાના છે.
60 હજાર શ્રમયોગીનું કરાશે સન્માન!
નવા સંસદ ભવનનું ઉદ્ધાટન થાય તે પહેલા જ વિવાદ છેડાઈ ગયો છે. 28 મેના રોજ પીએમ મોદી સંસદ ભવનનું ઉદ્ધાટન કરવાના છે. આ દરમિયાન અનેક પાર્ટીઓ દ્વારા આ કાર્યક્રમનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી છે. આ મામલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન પીએમ મોદી દ્વારા કરવામાં આવેલા કામો અંગે વાતો કરી હતી. તેમણે કહ્યું હતું કે ઉદ્ધાટન સમારોહમાં એક ઐતિહાસિક પરંપરાને પુનર્જીવત કરવામાં આવશે, જેની પાછળ યુગોથી જોડાયેલી પરંપરા છે. ઉપરાંત તેવી પણ જાણકારી આપી હતી કે 28 મેના રોજ 60 હજાર શ્રમયોગીને સન્માનિત કરવામાં આવશે.
નવા સંસદ ભવનમાં સેંગોલ કરાશે સ્થાપિત!
પ્રેસ કોન્ફરન્સ દરમિયાન અમિત શાહે સેંગોલની પણ વાત કરી હતી. નવા સંસદ ભવનમાં સત્તા હસ્તાંતરણનું પ્રતિક ચિન્હ સેંગોલ પણ સ્થાપિત કરવામાં આવશે. અમિત શાહે કહ્યું કે 14 ઓગસ્ટ 1947એ રાત્રે 10.45 વાગ્યે દેશના પ્રથમ પ્રધાનમંત્રી પંડિત જવાહરલાલ નહેરૂએ સેંગોલ અંગ્રેજો પાસેથી લીધું હતું. ત્યારે નવા સંસદ ભવનમાં સેંગોલને રાખવામાં આવશે. સ્પીકરની ખુર્શી પાસે આને સ્થાપિત કરવામાં આવશે. 1947 બાદ કોંગ્રેસ પાર્ટીએ આને ભૂલાવી દીધું હતું, ક્યાંયે આનો ઉલ્લેખ જોવા મળતો નથી. 24 વર્ષ બાદ તમિલ વિદ્વાને આ મામલે ચર્ચા કરી હતી. સરકારી ડેટામાં આનો ઉલ્લેખ મળે છે. હાલ સેંગોલ પ્રયાગરાજના એક મ્યુઝિયમમાં રાખવામાં આવ્યું છે ત્યારે હવે સેંગોલને નવા સંસદ ભવનમાં રાખવામાં આવશે.