પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતી કાલે 10 ફેબ્રુઆરીએ વર્ચ્યુઅલ માધ્યમથી 1,31,454 મકાનોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. વડાપ્રધાન આ પ્રસંગે આવાસ યોજનાઓના લાભાર્થીઓ સાથે વર્ચ્યુઅલી સંવાદ પણ કરવાના છે. ડીસા ખાતે યોજાનારા આ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપરાંત લોકસભા સાંસદ સી.આર. પાટિલ, લોકસભા સાંસદ પરબત પટેલ, ભરતસિંહ ડાભી અને રાજ્યસભાના સાંસદ બાબુ દેસાઇ પણ ઉપસ્થિત રહેશે.
પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત લાખો પરિવારોને મળ્યું છે પોતાના સ્વપ્નનું ઘર.
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ્હસ્તે (વર્ચ્યુઅલી) અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ગરિમામય ઉપસ્થિતિમાં આવતીકાલે તા.10 ફેબ્રુઆરી, 2024 ના રોજ યોજાનાર #ViksitBharatViksitGujarat… pic.twitter.com/xUqBgcvPd5
— CMO Gujarat (@CMOGuj) February 9, 2024
કુલ 9.61 લાખ આવાસો મંજૂર
પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત લાખો પરિવારોને મળ્યું છે પોતાના સ્વપ્નનું ઘર.
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ્હસ્તે (વર્ચ્યુઅલી) અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ગરિમામય ઉપસ્થિતિમાં આવતીકાલે તા.10 ફેબ્રુઆરી, 2024 ના રોજ યોજાનાર #ViksitBharatViksitGujarat… pic.twitter.com/xUqBgcvPd5
પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ કુલ 13.42 લાખથી વધુ આવાસોનું બાંધકામ પૂર્ણ થઈ ચૂક્યું છે. આ પૈકી પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) હેઠળ કુલ 8.28 લાખ આવાસો, તથા પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) હેઠળ 5.14 લાખથી વધુ આવાસોનું નિર્માણકાર્ય પૂરું કરવામાં આવ્યું છે. પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) હેઠળ ગુજરાત રાજ્ય માટે અંદાજિત માંગ મુજબ 7.64 લાખ આવાસોનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો હતો, તેની સામે અત્યાર સુધીમાં કુલ 9.61 લાખ આવાસો મંજૂર કરવામાં આવ્યા છે અને આ મંજૂર થયેલ આવાસોમાંથી 8.28 લાખ જેટલા આવાસોનું બાંધકામ પૂર્ણ કરવામાં આવ્યું છે. ઉલ્લેખનિય છે કે દેશના શહેરી તેમજ ગ્રામીણ વિસ્તારોમાં વસતા ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારોને પોસાય તેવી કિંમતોએ પાકાં મકાનો ઉપલબ્ધ કરાવવા 2015માં પ્રધાનમંત્રી આવાસ યોજના શરુ કરવામાં આવી હતી.
વર્ષ 2024-25 માટે 65,000થી વધુ આવાસોનું લક્ષ્યાંક
પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) અંતર્ગત ચાલું નાણાકીય વર્ષ 2023-24 માટે 1 લાખથી વધુ આવાસોનું બાંધકામ પૂર્ણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, વર્ષ 2024-25 માટે પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) અંતર્ગત 65,000થી વધુ આવાસોનું બાંધકામ પૂર્ણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી)ના ક્રેડિટ લિંક સબસીડી ઘટક હેઠળ 5.96 લાખથી પણ વધુ લાભાર્થીઓને તેમના પ્રથમ આવાસ પર લીધેલી લોન પર વ્યાજ સહાયનો લાભ અપાવવામાં ગુજરાત દેશમાં અન્ય રાજ્યોની સરખામણીમાં અગ્રસ્થાને છે.