ગુજરાતમાં આવતી કાલે લોકસભા ચૂંટણી માટે મતદાન થવાનું છે... મતાધિકારનો મતદાર ઉપયોગ કાલે કરશે.. ત્યારે મતદાન કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત આવશે. મળતી માહિતી અનુસાર આજે સાંજે પીએમ મોદી ગુજરાત આવી શકે છે.. ગાંધીનગર ખાતે તેઓ રાત્રિ રોકાણ કરી શકે છે.. એવી પણ માહિતી સામે આવી છે કે અમિત શાહ પણ તેમની સાથે ઉપસ્થિત રહી શકે છે.. ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ પણ ગુજરાત આવી શકે છે મતદાન કરવા.. તેમજ મધ્યપ્રદેશના ગર્વનર મંગુભાઈ પટેલ પણ ગુજરાત આવી મતાધિકારનો ઉપયોગ કરશે.
મતદાતા કરશે મતાધિકારનો ઉપયોગ!
દેશમાં લોકશાહીના મહા પર્વની ઉજવણી ચાલી રહી છે.. બે તબક્કા અંતર્ગત મતદાન થઈ ગયું છે અને આવતી કાલે ત્રીજા તબક્કા અંતર્ગત મતદાન થવાનું છે..ગુજરાતના કરોડો મતદાતા પોતાના મતાધિકારનો ઉપયોગ કરી પોતાના માટે સરકાર પસંદ કરશે.. મત કરી પોતાના પસંદગીના ઉમેદવારને સાંસદ બનાવી સંસદ સુધી પહોંચાડશે.. ગુજરાતની 25 લોકસભા બેઠકો પર મતદાન થશે ઉપરાંત પાંચ વિધાનસભા બેઠકો માટે પેટા ચૂંટણી પણ યોજાવાની છે.. પીએમ મોદી રાણીપમાં મતદાન કરવાના છે. રાણીપ ગાંધીનગર લોકસભા વિસ્તારમાં આવે છે..
પીએમ મોદી અને અમિત શાહ ગુજરાતમાં કરશે મતદાન!
ત્યારે પીએમ મોદી અને અમિત શાહ પણ ગુજરાત આવવાના છે પોતાનો મત આપવા માટે.. મળતી માહિતી અનુસાર આવતી કાલે સવારે પીએમ મોદી મતદાન કરવા માટે મતદાન મથક પર પહોંચશે અને મતદાન કરશે... તે સિવાય અમિત શાહ 10 વાગ્યાની આસપાસ પોતાના મતદાન કરશે.. ત્યારે આપણે પણ આપણા મતાધિકારનો ઉપયોગ કરી લોકશાહીના તહેવારમાં સહભાગી બનીએ..