વિદેશથી ભારત પરત આવેલા પીએમ મોદીએ પૂછ્યો દેશની સ્થિતિ અંગે સવાલ અને જે.પી.નડ્ડાએ આપ્યો આ અંગેનો જવાબ! જાણો વિગતવાર


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-06-26 09:54:58

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિદેશના પ્રવાસે ગયા હતા. વિદેશના પ્રવાસે ગયેલા પીએમ મોદીએ અમેરિકા તેમજ ઈજિપ્તની મુલાકાત લીધી હતી. પોતાની મુલાકાત દરમિયાન અનેક મહત્વપૂર્ણ વિષયો પર તેમણે અમેરિકાના રાષ્ટ્રપતિ સાથે વાતચીત કરી હતી. તે ઉપરાંત અનેક ઉદ્યોગપતિઓ સાથે પણ તેમણે મુલાકાત અને બેઠક કરી હતી. ત્યારે ગઈકાલે મોડી રાત્રે પીએમ મોદી માદરે વતન પરત ફર્યા છે. પીએમ મોદીનું સ્વાગત કરવા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા સહિતના સાંસદો ઉપસ્થિત હતા. ભારત આવતાની સાથે જ પીએમ મોદીએ એક સવાલ કરતા પૂછ્યું કે ભારતમાં શું ચાલી રહ્યું છે?

 

અમેરિકામાં પીએમ મોદીનું થયું હતું ભવ્ય સ્વાગત 

રવિવાર મોડી રાત્રે વિદેશના પ્રવાસે ગયેલા વડાપ્રધાન મોદી ભારત પરત ફર્યા છે. અંદાજીત સાડા બારની આસપાસ તેમના પ્લેને દિલ્હીના એર્પોર્ટ લેન્ડ કર્યું હતું. પીએમ મોદી અમેરિકા તેમજ ઈજિપ્તની મુલાકાતે હતા. ભારત માટે પીએમ મોદીનો આ પ્રવાસ ખાસ માનવામાં આવતો હતો. વિદેશની ધરતી પણ મોદીમય બની હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા. પીએમ મોદી સાથે સેલ્ફી લેતા અમેરિકી સાંસદો દેખાયા હતા. તે ઉપરાંત અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને તેમજ ફસ્ટ લેડીએ પીએમ માટે ડિનરનું આયોજન કર્યું હતું. આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી યુએનમાં વિવિધ દેશોના પ્રતિનિધીઓ સાથે કરી હતી. તે સિવાય અનેક મોટી હસ્તીઓ સાથે બેઠક કરી હતી.


પીએમના સવાલ પર જે.પી.નડ્ડાએ આપ્યો આ જવાબ 

વિદેશના પ્રવાસે ગયેલા પીએમ મોદી ગઈકાલે પરત આવી ગયા છે. એરપોર્ટ પર ઉતરતા જ તેમના સ્વાગત માટે આવેલા ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાને પ્રશ્ન પૂછ્યો હતો કે દેશમાં શું ચાલી રહ્યું છે. તો જવાબમાં જે.પી.નડ્ડાએ પીએમ મોદીને જવાબ આપતા જણાવ્યું કે પાર્ટીના નેતા તેમની સરકારના 9 વર્ષ પૂર્ણ થવા પર ચાલી રહેલા કાર્યક્રમ વિશે જાણકારી આપી. જવાબ આપતા નડ્ડાએ કહ્યું કે પાર્ટીના નેતા સરકારના 9 વર્ષ થવા પર રિપોર્ટ કાર્ડ લઈ જનતાની વચ્ચે પહોંચી રહ્યા છે અને દેશ ખુશ છે. તે સિવાય બીજેપીના સાંસદ પરવેશ વર્માએ પણ કંઈક આવું જ કહ્યું. તે સિવાય બીજેપીના વધુ એક સાંસદ હંસરાજ હંસે પીએમ મોદીને બિહારમાં થયેલી વિપક્ષી પાર્ટીની મીટિંગ અંગેની જાણકારી આપી હતી.  


વિપક્ષી પાર્ટીની બેઠક અંગે આપી જાણકારી 

ઉલ્લેખનિય છે કે પીએમ મોદીએ દેશ વિશે પૂછ્યું હતું ત્યારે જે.પી.નડ્ડાએ પાર્ટી દ્વારા કરવામાં આવતા કામોની જાણકારી આપી હતી. કોઈ પણ નેતાએ પીએમ મોદીને કુસ્તીબાજો વિશે કંઈ ન કહ્યું, ન તો મણિપુર વિશે કઈ કહ્યું. એક સાંસદે બેઠક વિશે કહ્યું પરંતુ તે વિપક્ષી પાર્ટીના બેઠક અંગે જાણકારી આપી હતી પરંતુ મણિપુર અંગે અમિત શાહે કરેલી બેઠક વિશે જાણકારી આપી હોય તેવી કોઈ માહિતી સામે આવી નથી. મહત્વનું છે કે પીએમ મોદી આજે અનેક મહત્વપૂર્ણ બેઠકો કરી શકે છે.    



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?