પહેલા આપણે મેક ઈન ઈન્ડિયા અભિયાનની વાતો સાંભળતા હતા. દેશમાં બનેલી વસ્તુઓનો ઉપયોગ કરીએ તેવી અપીલ કરવામાં આવી. મેડ ઈન ઈન્ડિયા અભિયાન ચાલી રહ્યું છે ત્યારે પીએમ મોદીએ વધુ એક અભિયાનની શરૂઆત કરવા અપીલ કરી છે. ડેસ્ટિનેશન વેડિંગ કરવાને પગલે ઈન્ડિયામાં લગ્ન કરવામાં આવે તેવી તેમણે અપીલ કરી છે. પોતાની ઈચ્છા વ્યક્ત કરતા તેમણે કહ્યું કે એ ઈચ્છે છે કે મેક ઈન ઈન્ડિયાની જેમ વેડ ઈન ઈન્ડિયા અભિયાન ચલાવવામાં આવે.
પીએમ મોદીએ આ અભિયાન શરૂ કરવા અપીલ કરી!
મોદી સરકાર જ્યારથી સત્તામાં આવી છે ત્યારથી અનેક એવા અભિયાનની શરૂઆત કરવામાં આવી રહી છે જે લોકોને વિચારવા મજબૂર કરે છે! સ્થાનિકોને રોજગાર મળે તે માટે તેમણે મેડ ઈન ઈન્ડિયા અભિયાનની શરૂઆત કરી. દેશનો પૈસો દેશમાં જ રહે અને દેશના લોકોને રોજગારી મળે તે માટે આ અભિયાનની શરૂ કરવામાં આવી. પોતપોતાની રીતે લોકો આ અભિયાનમાં પોતાનું યોગદાન આપી રહ્યા છે. વોકલ ફોર લોકલને પણ લોકો પ્રોત્સાહન આપી રહ્યા છે. ત્યારે પીએમ મોદીએ વેડ ઈન ઈન્ડિયા અભિયાન શરૂ કરવામાં આવે તેવી ઈચ્છતા વ્યક્ત કરી છે.
આ છે પીએમ મોદીની ઈચ્છા!
ધીમે ધીમે આપણે ત્યાં ડેસ્ટિનેશન વેડિંગનો ક્રેઝ વધી રહ્યો છે. અનેક બોલિવુડ સેલિબ્રિટિયો સહિત અમીર લોકો ડેસ્ટિનેશન વેડિંગ માટે બીજા દેશમાં જતા હોય છે. કરોડપતિ અને અરબોપતિ લોકોને તેમણે અપીલ કરી છે કે તે તેમના પરિવારમાંથી એક લગ્ન ડેસ્ટિનેશન વેડિંગ તરીકે ઉત્તરાખંડમાં કરાવે. તેમણે કહ્યું કે જો ઉત્તરાખંડમાં એક વર્ષમાં પાંચ હજાર જેટલા ડેસ્ટિનેશન વેડિંગ થવા લાગ્યા તો રાજ્ય બહુ મોટો વેડિંગ ડેસ્ટિનેશન પોઈન્ટ બની જશે. આવી અપીલ તેમણે 8 ડિસેમ્બરે ઉત્તરાખંડમાં કરી હતી.
કરોડપતિ તેમજ અરબોપતિને પીએમ મોદીએ કરી આ અપીલ
પીએમ મોદીએ કહ્યું કે આજકાલ વિદેશમાં લગ્ન કરવાની ફેશન બની ગઈ છે. તમે કેટલાક રોકાણો કરી શકશો, જો નહીં, તો તેને છોડી દો. કદાચ દરેક નથી કરતું. ઓછામાં ઓછા આગામી 5 વર્ષમાં ઉત્તરાખંડમાં તમારા પરિવાર માટે ડેસ્ટિનેશન વેડિંગ કરો. જો અહીં એક વર્ષમાં 5 હજાર લગ્નો પણ થવા લાગે તો નવું ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું થશે. આ વિશ્વ માટે એક વિશાળ વેડિંગ ડેસ્ટિનેશન બની જશે." હવે જોવું રહ્યું કે પીએમ મોદીની આ અપીલને કેટલો રિસ્પોન્સ મળે છે!