PM મોદીએ અમદાવાદ ફ્લાવર શોની લીધી મુલાકાત, સુરક્ષા કારણોથી લોકોને બહાર કાઢવામાં આવતા હાલાકી


  • Published By :
  • Published Date : 2024-01-10 22:04:00

શાસક પક્ષના નેતાજી રાજ્યમાં આવે એટલે રસ્તાઓ બંધ થઇ જતા હોય છે અને ટ્રાફિક જામ પણ થઇ જતો હોય છે. કારણ કે નેતાઓની સુરક્ષા જરૂરી હોય છે આવું જ કંઈક આજે અમદાવાદમાં થયું કે જ્યાં PM મોદી નહોતા જવાના પણ પછી રૂટ બદલાયો અને  ફ્લાવર શોની ટિકિટ લીધેલા લોકોને બહાર નીકળવું પડ્યું હતું. PM નરેન્દ્ર મોદીએ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આવેલા ફ્લાવર શોની મુલાકાત લીધી હતી. જોકે, રાત્રે આઠ વાગ્યે તેઓ દિલ્હી પરત ફરવાના હતા, પરંતુ અચાનક તેમનો રૂટ બદલાતા પોલીસ કામે લાગી હતી. પીએમ મોદી રિવરફ્રન્ટના રસ્તે ફ્લાવર શો ખાતે પહોંચ્યા હતા, ત્યારે બ્રિજ પર અને ફ્લાવર શોના એન્ટ્રી ગેટ પાસે લોકોનો જમાવડો જોવા મળ્યો હતો PM નરેન્દ્ર મોદી રિવરફ્રન્ટ પહોંચ્યા હતા જેને લઈને ફ્લાવર શો જાહેર જનતા માટે બંધ કરાયો હતો. તેના કારણે કેટલાય લોકો પરત ફરતા નજરે પડ્યા હતા, તો બીજી તરફ જેમને ટિકિટ લીધી હતી એમને પણ બહાર નીકળવાનો વારો આવ્યો હતો.


સુરક્ષાના પગલે રિવરફ્રન્ટ ખાલી કરાવાયો


વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ફ્લાવર શો જવાના નિર્ણયથી રિવરફ્રન્ટનો રોડ બંધ કરવામાં આવ્યો હતો. જેના કારણે નોકરી પરથી પરત ઘરે ફરતા આશ્રમ રોડ ઉપર ભારે ટ્રાફિક પણ જોવા મળ્યો હતો. અચાનક પ્રધાનમંત્રીનો રૂટ બદલાયો હતો જેના કારણે સાબરમતી રિવરફ્રન્ટ સુરક્ષાના પગલે ખાલી કરવામાં આવ્યો હતો. કેટલાય લોકોએ ટિકિટ લીધી હતી પંરતુ તેમને આ રિવરફ્રન્ટ ખાલી કરવો પડ્યો હતો. ફ્લાવર શોમાં હજારો મુલાકાતીઓને તાત્કાલિક બહાર કાઢવામાં આવ્યા હતા કારણ કે નેતાજી એ રિવરફ્રન્ટની મુલાકાત લેવાનું નક્કી કર્યું હતું. PMની મુલાકાતને લઈને ફ્લાવર શોમાં રહેલી પબ્લિકને બહાર કાઢવામાં આવી હતી. સિક્યુરિટી વ્યવસ્થાના ભાગરૂપે ફ્લાવર શો ખાલી કરાવાયો હતો. સાબરમતી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર પર ફ્લાવર શો પરિસર ખાલી કરાવવા આવ્યો હતો ત્યારે માત્ર સુરક્ષા કર્મચારીઓ, મેયર પ્રતિભા જૈન, શાસક પક્ષના નેતા ગૌરાંગ પ્રજાપતિ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણી સહિતના મ્યુનિસિપલ કોર્પોરેશનના પદાધિકારીઓ તેમજ સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડના ચેરમેન કેશવ કુમાર ફ્લાવર શોમાં હાજર રહ્યા હતા. 


બીજા દિવસે નિકાળી શકાશે ફ્લાવર શો


અમદાવાદ ફ્લાવર શો જોવા માટે લોકોએ ટિકિટ લીધી હતી, પરંતુ વડાપ્રધાનની મુલાકાતને પગલે ફ્લાવર શો બંધ કરતા હવે બીજા દિવસે પણ લોકો આ ટિકિટના આધારે મુલાકાતીઓ ફ્લાવર શો નિહાળી શકશે. 



વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...