વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે 24 સપ્ટેમ્બરે એક સાથે 9 વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી આપી હતી. PM મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા નવી ટ્રેનોના ઉદ્ઘાટન કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ 9 નવી વંદે ભારત ટ્રેનોની ભેટ સાથે દેશના 11 રાજ્યો વચ્ચેની કનેક્ટિવિટી વધુ સુધરશે. આ તમામ ટ્રેનો અલગ-અલગ રૂટ પર દોડશે. નવી વંદે ભારત ટ્રેનોના સંચાલનથી પુરી, મદુરાઈ અને તિરુપતિ જેવા મહત્વના ધાર્મિક સ્થળોને કનેક્ટિવિટી મળશે. આ તમામ વંદે ભારત ટ્રેનો રાજસ્થાન, તમિલનાડુ, તેલંગાણા, આંધ્રપ્રદેશ, કર્ણાટક, બિહાર, પશ્ચિમ બંગાળ, કેરળ, ઓડિશા, ઝારખંડ અને ગુજરાત દોડશે. આ 9 ટ્રેન શરૂ થતા ભારતમાં વંદે ભારત ટ્રેનની સંખ્યા 33 થઈ છે.
#WATCH दिल्ली: प्रधानमंत्री नरेंद्र मोदी ने वीडियो कॉन्फ्रेंसिंग के जरिए 9 वंदे भारत ट्रेनों को हरी झंडी दिखाई। pic.twitter.com/FJGl9owBxS
— ANI_HindiNews (@AHindinews) September 24, 2023
PMએ આ 9 ટ્રેનને આપી લીલીઝંડી
#WATCH दिल्ली: प्रधानमंत्री नरेंद्र मोदी ने वीडियो कॉन्फ्रेंसिंग के जरिए 9 वंदे भारत ट्रेनों को हरी झंडी दिखाई। pic.twitter.com/FJGl9owBxS
— ANI_HindiNews (@AHindinews) September 24, 2023વડાપ્રધાન મોદી આજે 9 વંદે ભારતને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. આ 9 ટ્રેન શરૂ થતા ભારતમાં વંદે ભારત ટ્રેનની સંખ્યા 33 થશે. ત્યારે આજે જામનગર- અમદાવાદ, હૈદરાબાદ-બેંગલુર, કાસરગોડ-તિરૂવનંતપુરમ, જયપુર-ઉદયપુર, પટના-હાવડા, રાંચી-હાવડા, ચેન્નઈ-તિરૂનેલવેલી, પુરી-રાઉરકેલા, વિજયવાડા-ચેન્નઈ વચ્ચે વંદે ભારત ટ્રેન શરૂ થઈ હતી. આ ટ્રેનો 11 રાજ્યોના ધાર્મિક અને પર્યટન સ્થળોને જોડશે, જેમાં રાજસ્થાન, તમિલનાડુ, તેલંગાણા, આંધ્રપ્રદેશ, કર્ણાટક, બિહાર, પશ્ચિમ બંગાળ, કેરળ, ઓડિશા, ઝારખંડ અને ગુજરાતનો સમાવેશ થાય છે.
ગુજરાતને ત્રીજી વંદે ભારત ટ્રેનની ભેટ
આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતને ત્રીજી વંદે ભારત ટ્રેનની ભેટ આપી છે. આ નવી વંદે ભારત ટ્રેન જામનગરથી (jamnagar) અમદાવાદ (Ahmedabad) વચ્ચે દોડશે આ વંદે ભારત ટ્રેન વહેલી સવારે 5:30 વાગ્યે જામનગરથી ઉપડશે અને રાજકોટ, વાંકાનેર, સુરેન્દ્રનગર, વિરમગામથી સાબરમતિ રેલવે સ્ટેશને 10:10 કલાકે પહોંચશે. તેમજ સાંજે 6 વાગ્યે અમદાવાદ સાબરમતીથી ઉપડશે અને રાત્રે 10:30 કલાકે જામનગર પહોંચી જશે. આ ટ્રેન શરુ થવાથી મુસાફરોના સમયમાં બચત થશે, માત્ર ચાર કલાકમાં જામનગરથી અમદાવાદ પહોંચી જવાશે. અમદાવાદ- જામનગર વંદે ભારત ટ્રેન સપ્તાહમાં છ દિવસ દોડશે, જેમાં જામનગરથી બુધવાર સિવાય અને અમદાવાદથી મંગળવાર સિવાય 6 દિવસ નિર્ધારિત સમય પર દોડશે. આ વંદે ભારત ટ્રેનમાં કુલ 8 કોચ હશે.
કેટલું છે ભાડું?
નવી વંદે ભારત ટ્રેન જામનગરથી (jamnagar) અમદાવાદ (Ahmedabad) વચ્ચે દોડશે. તેના ભાડાના દર પર એક નજર કરીએ તો ચેર કલાસ અને એક્ઝિક્યુટિવ કલાસના ભાડાનો દર આ પ્રમાણે છે.
જામનગરથી અમદાવાદ માટે રૂ. 955થી રૂ.1790
રાજકોટથી અમદાવાદ માટે રૂ.810થી રૂ.1510
વાંકાનેરથી અમદાવાદ માટે રૂ.740થી રૂ.1370
સુરેન્દ્રનગરથી અમદાવાદ માટે રૂ.610થી રૂ.1110
વિરમગામથી અમદાવાદ માટે રૂ.440થી રૂ.825