ભારત અને પાકિસ્તાન વચ્ચે પ્રવર્તતી તંગદીલીને લઈ અમેરિકાના ગુપ્તચર તંત્રએ મહત્વનો રિપોર્ટ રજુ કર્યો છે. આ રિપોર્ટ મુજબ જો પાકિસ્તાન તેના પાડોશી ભારતને ઉશ્કેરશે તો ભારતની વર્તમાન મોદી સરકાર સેનાની મદદથી જવાબ આપશે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી છે.
રિપોર્ટ કોંગ્રેસ સમક્ષ રજુ કરાયો
અમેરિકાના જાસુસી તંત્રએ તૈયાર કરેલા આ રિપોર્ટમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલી તંગદીલીનું આંકલન કરવામાં આવ્યું છે. અમેરિકાની કોંગ્રેસ સમક્ષ રજુ કરાયેલા આ રિપોર્ટમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે 2020માં થયેલા સંઘર્ષને ધ્યાનમાં રાખીએ તો સંબંધો તણાવપુર્ણ રહેશે. આ ઘટના બાદ બંને વચ્ચે સંબંધો ગંભીર સ્તર પર છે.
સંઘર્ષ વધી શકે છે
આ ગુપ્ત રિપોર્ટમાં આશંકા વ્યક્ત કરવામાં આવી છે કે બંને પરમાણું શક્તિઓ વચ્ચે શસસ્ત્ર જોખમ વધી શકે છે. જેમાં અમેરિકાના લોકો અને હિતોને સીધુ નુકસાન થઈ શકે છે. આ રિપોર્ટમાં પાકિસ્તાનમાં સક્રિય આતંકી સંગઠનો અંગે પણ કહેવામાં આવ્યું છે કે પાકિસ્તાનમાં આતંકવાદી સંગઠનોનો લાંબો ઈતિહાસ રહ્યો છે. પીએમ મોદીના નેતૃત્વમાં પાકિસ્તાનની ઉશ્કેરણીનો ભારત સૈન્ય રીતે જવાબ આપશે તેવી આશંકા છે.