આજ સાંજે શું થશે, PM મોદીએ અચાનક જ શા માટે બોલાવી કેબિનેટની બેઠક? જાણો


  • Published By :
  • Published Date : 2023-09-18 18:20:36

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ​​સાંજે 6.30 કલાકે કેન્દ્રીય કેબિનેટની બેઠક બોલાવી છે. સંસદના વિશેષ સત્ર દરમિયાન આ બેઠક બોલાવવાને કારણે સસ્પેન્સ વધી ગયું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ બેઠક સંસદ ભવનનાં એનેક્સી બિલ્ડિંગમાં યોજાશે. એવું કહેવાય છે કે આ બેઠકમાં 'INDIA' અને 'ભારત' નામ અંગે નિર્ણય લેવામાં આવી શકે છે. નવી સંસદમાં જતા પહેલા આ બેઠક બોલાવવામાં આવી છે. આવી સ્થિતિમાં, એવી અટકળો છે કે નવી સંસદમાં જવાની પ્રક્રિયા અંગે કોઈ નિર્ણય લેવામાં આવશે નહીં. જોકે, નિષ્ણાતોનું કહેવું છે કે આવી કોઈ ખાસ પ્રક્રિયાની જરૂર નથી. જો કે હજુ સુધી કેન્દ્રીય કેબિનેટના એજન્ડા વિશે કંઈ જણાવવામાં આવ્યું નથી. માનવામાં આવે છે કે વડાપ્રધાન મોદી મહિલા અનામત બિલને પસાર કરાવીને ચૂંટણીમાં નવા માસ્ટરસ્ટ્રોક સાથે ઉતરવા માગે છે. મહિલા અનામતનું ભાજપ અને કોંગ્રેસ બંને સમર્થનનો દાવો કરે છે પરંતુ પસાર કરાવી શક્યા નથી. 


PM મોદી આપ્યો હતો સંકેત


આજે સાંજે યોજાનારી બેઠકમાં અનેક બિલોને મંજુરી આપી શકાય છે. આજ સવારથી જ બેઠકોનો સીલસીલો ચાલું જ છે. સંસદમાં પ્રધાનમંત્રી મોદીના ભાષણ બાદ બેઠક યોજાઈ હતી. જેમાં ગૃહમંત્રી અમિત શાહ પણ સામેલ રહ્યા હતા. પ્રધાનમંત્રીએ સંસદમાં પોતાના ભાષણ દરમિયાન આ અંગે ઈસારો કર્યો હતો કે કાંઈક મોટું કરવાની છે. તેમણે કહ્યું  હતું કે સંસદનું આ સત્ર ઐતિહાસિક થવાનું છે.


મહિલા અનામત બિલ પર થશે ચર્ચા


આ દરમિયાન રાજકીય વર્તુળોમાં એવી પણ ચર્ચા થઈ રહી છે કે આ બેઠકમાં મહિલા અનામત બિલ અંગે પણ ચર્ચા થઈ શકે છે. સ્પષ્ટ તો કાંઈ કહેવામાં આવ્યું નથી. જો કે અનુમાન લગાવવામાં આવ્યું છે કે સંસદના વિશેષ સત્રમાં સરકાર કાંઈક ચોંકાવી દેનારો નિર્ણય લઈ શકે છે. આ જ કારણ છે કે કોંગ્રેસ સહિત તમામ વિપક્ષ પણ એ તૈયારીમાં લાગ્યા છે. તે પણ આ અંગે આશંકા વ્યક્ત કરી ચુક્યા છે કે સરકાર ચોક્કસ કાંઈક મોટો નિર્ણય લઈ શકે છે. માનવામાં આવે છે કે 27 વર્ષથી અટકેલા મહિલા અનામત ખરડાને મંજૂરી આપીને મોદી સરકાર ચૂંટણીમાં ઉતરવા માગશે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?