PM Modiએ Election Result બાદ કર્યું ટ્વિટ, જનતા જનાર્દનનો માન્યો આભાર


  • Published By :
  • Published Date : 2023-12-03 17:43:04

2024માં લોકસભાની ચૂંટણી યોજાવાની છે. લોકસભાની ચૂંટણીને લઈ તૈયારીઓ શરૂ થઈ જશે તે પહેલા પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી યોજાઈ. મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, તેલંગાણા તેમજ મિઝોરમમાં ચૂંટણી માટે મતદાન થયું, ચાર રાજ્યો માટે મતગણતરી હાથ ધરવામાં આવી. તેલંગાણામાં કોંગ્રેસની જીત દેખાઈ રહી છે. પરંતુ બાકીના ત્રણ રાજ્યોમાં મોદી ઈફેક્ટ જોવા મળી છે. ચાર રાજ્યોના પરિણામને લઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરી છે. પીએમએ મતદાતાઓનો આભાર માન્યો છે. તેમણે કહ્યું કે જનતા જનાર્દનને નમન! મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢના ચૂંટણી પરિણામો દર્શાવે છે કે ભારતની જનતાને માત્ર સુશાસન અને વિકાસની રાજનીતિમાં વિશ્વાસ છે, તેમનો વિશ્વાસ ભાજપમાં છે.   

મુખ્યમંત્રીની નથી કરવામાં આવી જાહેરાત 

રાજસ્થાનમાં પાંચ વર્ષ બાદ ફરી એક વખત સત્તા પરિવર્તન થઈ રહ્યું છે. કોંગ્રેસને હાર મળી છે જ્યારે ભાજપ સત્તા પર છે. તો છત્તીસગઢમાં પણ બીજેપીને જીત મળી છે. છત્તીસગઢમાં પણ ભાજપની સરકાર બનશે. ત્રણ રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાયો છે. જીત તરફ આગળ વધી ગઈ છે. એક સમય હતો કે મુખ્યમંત્રીના ચહેરા પર લોકો મત આપતા હતા પરંતુ હવે પાર્ટી દ્વારા સીએમ ફેસ ડિક્લેર નથી કરવામાં આવતો. 


પીએમ મોદીએ મતદાતાઓનો માન્યો આભાર!

પીએમ મોદીના ચહેરા પર ચૂંટણી લડવામાં આવે છે. ચૂંટણી પરિણામને લઈ પીએમ મોદીએ ટ્વિટ કરી છે. પીએમ મોદીએ કહ્યું હતું કે હું આ તમામ રાજ્યોના પરિવારના સભ્યો, ખાસ કરીને માતાઓ, બહેનો, પુત્રીઓ અને અમારા યુવા મતદારોનો ભાજપ પર પ્રેમ, વિશ્વાસ અને આશીર્વાદ આપવા બદલ હૃદયપૂર્વક આભાર માનું છું. હું તેમને ખાતરી આપું છું કે અમે તમારા કલ્યાણ માટે નિરંતર કામ કરવાનું ચાલુ રાખીશું. વધુમાં તેમણે લખ્યું કે આ પ્રસંગે, પાર્ટીના તમામ મહેનતુ કાર્યકરોનો વિશેષ આભાર! તમે બધાએ એક અદભૂત દાખલો બેસાડ્યો છે. તમે જે રીતે ભાજપની વિકાસ અને ગરીબ કલ્યાણની નીતિઓને લોકો વચ્ચે પહોંચાડી છે તેની જેટલી પ્રશંસા કરીએ તેટલી ઓછી છે.


તેલંગાણા માટે પણ પીએમ મોદીએ કરી ટ્વિટ 

ત્રણ રાજ્યોમાં પીએમને જીત હાંસલ થઈ રહી છે. તેલંગાણામાં ભાજપને બહુમતી મળે તેટલી સીટો નથી મળી. તેલંગણા માટે પણ તેમણે ટ્વિટ કરી છે. તેમણે લખ્યું કે ભાજપને સમર્થન કરવા બદલ તેલંગણાની મારી પ્રિય બહેનો અને ભાઈઓનો આભાર. , છેલ્લા કેટલાક વર્ષોમાં આ સમર્થન વધી રહ્યું છે અને આવનારા સમયમાં યથાવત રહેશે.  તેલંગણા સાથે અમારો સંબંધ અતૂટ છે અને અમે લોકો માટે કામ કરવાનું ચાલુ રાખીશું. હું ભાજપના દરેક કાર્યકર્તાની મહેનતની પ્રશંસા કરું છું.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.