PM તરીકેનો કાર્યભાર સંભાળતા જ ખેડૂતોના હિતમાં લીધો પીએમ મોદીએ આ નિર્ણય, આટલા ખેડૂતોને આ નિર્ણયથી થઈ શકે છે ફાયદો


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-06-10 14:51:01

ગઈકાલે ત્રીજી વખત પીએમ તરીકેના નરેન્દ્ર મોદીએ શપથ લીધા.. આજથી નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન તરીકેનો કાર્યભાર સંભાળ્યો છે.. કાર્.ભાર સંભાળતાની સાથે જ તેમણે એક મોટો નિર્ણય લીધો છે જે ખેડૂતોના હિતમાં છે.. પીએમના નિર્ણયથી ખેડૂતોને ફાયદો થશે.. PM મોદીએ કિસાન સન્માન નિધિનો હપ્તો બહાર પાડવાની ફાઇલ પર હસ્તાક્ષર કર્યા છે. આ નિર્ણયથી 9.3 કરોડ ખેડૂતોને ફાયદો થશે અને અંદાજે 20 હજાર કરોડ રૂપિયાનું વિતરણ કરવામાં આવશે.

ખેડૂત સન્માન નિધિનો 17 હપ્તો જારી કર્યો..!

ખેડૂતોની આર્થિક પરિસ્થિતિ સારી થાય તે માટે અનેક પ્રયત્નો કરવામાં આવે છે.. અનેક યોજનાઓ લાવવામાં આવે છે. ખેડૂતો માટે એક મોટો નિર્ણય પીએમ મોદી દ્વારા કાર્યકાળના પ્રથમ દિવસે લેવામાં આવ્યો છે. આજે જ પીએમ તરીકેનો કાર્યભાર ત્રીજી વખત નરેન્દ્ર મોદીએ સંભાળ્યો છે અને ચાર્જ સંભળાતાની સાથે જે તેમણે સૌ પ્રથમ નિર્ણય ખેડૂતોને કિસાન નિધિ હેઠળ આપવામાં આવતા નાણાં અંગે લીધો છે.. વડાપ્રધાન ખેડૂત સન્માન નિધિનો 17 હપ્તો જારી કરવાની ફાઈલ પર પીએમે સાઈન કરી છે. જ્યારે PM પીએમો પહોંચ્યા ત્યારે કર્મચારીઓએ પીએમ મોદીનું સ્વાગત કર્યું 

આજે થઈ શકે છે ખાતાની ફાળવણી..

ગઈકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 71 મંત્રીઓ સાથે શપથ લીધાજેમાંથી 11 સાથી પક્ષોના મંત્રીઓ છે અને નવા કેબિનેટની પ્રથમ બેઠક આજે સાંજે 5 વાગે  પીએમ આવાસ પર મળવાની છે.. એવી સંભાવનાઓ છે કે આ મિટિંગમાં મંત્રીઓને તેમના મંત્રાલયની ફાળવણી કરવામાં આવી શકે છે.. સાથે જ સરકારના પ્રથમ 100 દિવસના રોડ મેપ પર પણ ચર્ચા કરવામાં આવશે અત્યારે બધાની નજર ગઠબંધનમાં સામેલ ટીડીપી અને જેડીયુના મંત્રીઓને આપવામાં આવેલા મંત્રાલય પર રહેશે. તમારું આ વિષય પર શું માનવું છે અમને કોમેન્ટમાં જણાવજો.. 



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?