પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કર્ણાટકના બેંગલુરૂમાં તેજસ વિમાનમાં ઉડાન ભરી છે. કર્ણાટકના પ્રવાસે ગયેલા પીએમ મોદીએ યેલાહંકા એરબેઝની મુલાકાત લીધી હતી. જ્યાં તેમણે સ્વદેશી ફાઈટર એરક્રાફ્ટ તેજસમાં સવારી કરી. જે તેજસ વિમાનમાં તેમણે સવારી કરી હતી તે ભારત દ્વારા વિકસિત કરવામાં આવી રહેલું જેટ ફાઈટર એરક્રાફ્ટ છે. આ એરક્રાફ્ટની ઉડાન ભર્યા બાદ પીએમ મોદીએ કહ્યું આ ગજબનો અનુભવ હતો.
#WATCH | Prime Minister Narendra Modi flew a sortie on Tejas aircraft in Bengaluru, Karnataka, earlier today. pic.twitter.com/TNtWyHHDu9
— ANI (@ANI) November 25, 2023
સોશિયલ મીડિયા પર પીએમ મોદીએ શેર કરી તસવીર
તેજસની સફર કર્યા બાદ પીએમ મોદીએ સોશિયલ મીડિયા પર આના ફોટા શેર કર્યો હતા. અને ઉડાનનો અનુભવ કેવો લાગ્યો તે જણાવ્યું હતું. પીએમ મોદીએ લખ્યું, 'તેજસ પર સફળતાપૂર્વક ફ્લાઇટ પૂર્ણ કરી. આ અનુભવ અકલ્પનીય હતો. આ અનુભવે આપણા દેશની સ્વદેશી ક્ષમતાઓમાં મારો વિશ્વાસ ઘણો વધાર્યો છે. તેનાથી મારામાં આપણી રાષ્ટ્રીય ક્ષમતા વિશે નવેસરથી ગૌરવ અને આશાવાદની ભાવના જાગી છે.
રાજનાથસિંહ પણ ભરી ચૂક્યા છે તેજસની ઉડાન
વડાપ્રધાન મોદી પહેલા રક્ષા મંત્રી રાજનાથ સિંહે 2019માં બેંગલુરુના HAL એરપોર્ટ પરથી તેજસ ફાઈટર એરક્રાફ્ટમાં ઉડાન ભરી હતી. તેઓ સ્વદેશી લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ (LCA)માં ઉડાન ભરનાર પ્રથમ સંરક્ષણ પ્રધાન બન્યા.