રાજસ્થાનમાં પીએમ મોદીએ શરૂ કર્યો ચૂંટણી પ્રચાર! સ્ટેજ પરથી કોંગ્રેસ પર પ્રહાર કર્યા તો અશોક ગેહલોતે પણ ભાજપ પર કર્યા પ્રહાર!


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-05-10 17:17:14

વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ રાજસ્થાનના પ્રવાસે છે. અનેક પ્રોજેક્ટોના શિલાન્યાસ કર્યા હતા. ત્યારે જાહેર મંચ ઉપરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અશોક ગેહલોતએ એક બીજા પર શાબ્દિક પ્રહાર કર્યા હતા. ભાષણ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે કેટલા લોકો એટલી બધી નકારાત્મકતાથી ભરેલા છે કે તેમને દેશમાં કંઈ સારૂં થતું દેખાતું નથી. તેઓ માત્ર વિવાદ ઉભો કરવાનું પસંદ કરે છે. તો અશોક ગેહલોતે કહ્યું કે ગુજરાતના રોડ રસ્તા સાથે એક સમયે રાજસ્થાન કોમ્પિટિશનમાં હતું. હવે રાજસ્થાન રોડ રસ્તાના મામલામાં ગુજરાત કરતા પણ આગળ વધી ગયું છે.

  

અનેક પ્રોજેક્ટોનો કર્યો શિલાન્યાસ તેમજ લોકાર્પણ!  

રાજસ્થાનમાં એક તરફ જ્યાં કોંગ્રેસમાં ચાલતા આંતરીક ડખા સામે આવી રહ્યા છે તો બીજી તરફ વડાપ્રધાન મોદી આજે રાજસ્થાનના પ્રવાસે છે. 5500 કરોડ રૂપિયાથી વધારેના પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો તેમજ લોકાર્પણ કર્યું હતું, જનસભા દરમિયાન પીએમ મોદીએ કોંગ્રેસ પર નિશાન સાધ્યું હતું તો રાજસ્થાનના મુખ્યમંત્રીએ ભાજપ સરકાર પર પ્રહાર કર્યા હતા. પીએમ મોદીએ કહ્યું કે અમારા દેશમાં અનેક લોકો વિકૃત વિચારધારાના શિકાર બન્યા છે. જે દેશમાં કઈ સારૂ જોવા માગતા નથી. તે માત્ર વિવાદ કરવા માગે છે.  


પીએમ મોદીએ ભાષણ દરમિયાન વિપક્ષ પર કર્યા પ્રહાર! 

પીએમ મોદીએ કહ્યું કે રાજસ્થાન દેશના સૌથી મોટા રાજ્યોમાનું એક છે અને ભારતની વીરતા, વારસાનું વાહક છે. રાજસ્થાન જેટલું વિકસિત થશે, ભારતના વિકાસને પણ એટલી ગતિ મળશે. એટલા માટે અમારી સરકાર રાજસ્થાનમાં આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ટરની વાત કરે છું ત્યાં રેલ અને રોડ નથી. રેલવે હોય, હાઈવે હોય કે એરપોર્ટ હોય, દરેક ક્ષેત્રમાં ભારત સરકાર હજારો કરોડ રૂપિયાનું રોકાણ કરી રહી છે. 

અશોક ગેહલોતના ભાષણ દરમિયાન લાગ્યા મોદી મોદીના નારા!

એક તરફ વડાપ્રધાન મોદી ભાજપની પ્રશંસા કરી રહ્યા હતા તો બીજી તરફ એ જ મંચ પરથી રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે ભાજપ પર પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે ગુજરાતના રોડ રસ્તા સાથે એક સમયે રાજસ્થાન કોમ્પિટિશનમાં હતું. હવે રાજસ્થાન રોડ રસ્તાના મામલામાં ગુજરાત કરતા આગળ જતું રહ્યું છે. રાજસ્થાન યોજનાઓમાં પાણી અને વીજળી પહોંચાડે છે. અમે હાઈવે અને રોડ બનાવીએ રહ્યા છીએ. પહેલા ગુજરાત સાથે હરિફાઈ કરતા હતા પરંતુ હવે ગુજરાત કરતા આગળ વધી ગયા છીએ. અશોક ગેહલોત જ્યારે ભાષણ આપી રહ્યા હતા ત્યારે મોદી મોદીના નારા લાગ્યા હતા. ત્યારે લોકોને શાંત રહેવા પીએમ મોદીએ ઈશારો કર્યો હતો.  


શ્રીનાથજીના શરણે પહોંચ્યા પીએમ મોદી!

જનસભાને સંબોધિત કરતા પહેલા પીએમ મોદી નાથદ્વારામાં આવેલા શ્રીનાથજી મંદિરમાં દર્શન માટે પહોંચ્યા હતા. ભગવાન આગળ શીશ નમાવ્યું હતું. મંદિર દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. પીએમ મોદીએ મંદિરના પૂજારી સાથે વાત કરી હતી. મંદિરમાં જ્યારે જતાં તે પહેલા મંદિર બહાર સામાન્ય માણસોની ભારે ભીડ જોવા મળી હતી. પીએમની ગાડી પર લોકોએ પુષ્પવર્ષા કરી હતી. પીએમ મોદીએ રાજસ્થાનમાં ચૂંટણી પ્રચારનો પ્રારંભ કરી દીધો છે.   



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?