ઓસ્ટ્રેલિયામાં હિંદુ મંદિરો પર થતા હુમલાને લઈ પીએમ મોદીએ કરી ઓસ્ટ્રેલિયાના પીએમ સાથે વાત, ભારતીયોની સુરક્ષાને લઈ આપ્યું આશ્વાસન


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-03-10 15:56:26

ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન હાલ ભારતના પ્રવાસે છે. પોતાના પ્રવાસ દરમિયાન અનેક સ્થળોની તેમણે મુલાકાત લીધી હતી. પીએમ મોદી અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાનોએ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાનારી મેચને પણ નિહાળી હતી. ત્યારે દિલ્હી ખાતે ઓસ્ટ્રેલિયાના પીએમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રપતિ ભવનની મુલાકાત લીધી હતી. જે બાદ બંને દેશોના વડાપ્રધાનોએ સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ કરી હતી જેમાં અનેક મુદ્દાઓ પર વાત કરવામાં આવી હતી. ઓસ્ટ્રેલિયામાં મંદિરો પર થતા હુમલાને લઈને પણ વાત કરી હતી.

     


ગાર્ડ ઓફ ઓનર સાથે ઓસ્ટ્રેલિયાના પીએમનું કરાયું સ્વાગત 

ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન ચાર દિવસના ભારતના પ્રવાસે છે. 8 માર્ચે પીએમ અમદાવાદ આવ્યા હતા. જે બાદ ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી. 9 માર્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાનારી મેચની મજા માણી હતી. ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાનને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. સ્વાગત માટે ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાને આભાર પણ માન્યો હતો. ઓસ્ટ્રેલિયા અને ભારત બંને સારા મિત્રો છે. અમે પાર્ટનર્સ છીએ અને પ્રતિદિન અમારી દોસ્તી મજબૂત બની રહી છે.


હિંદુ મંદિરો પર થતા હુમલાને લઈ પીએમએ કરી વાત 

બંને દેશોના વડાપ્રધાનોએ બેઠકો કરી હતી જેમાં અનેક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. ડેલિગેશન સ્તર પર વાતચીત કરવામાં આવી. વડાપ્રધાન મોદીના સિવાય વિદેશ મંત્રી એસ.જયશંકર અને અજીત ડોભાલ હાજર રહ્યા હતા. બંને વડાપ્રધાનોએ ઈન્ડિયા-ઓસ્ટ્રેલિયા એન્યુઅલ સમિટમાં ભાગ લીધો હતો. આ બધા વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓસ્ટ્રેલિયામાં હિંદુ મંદિરોમાં થતા હુમલા અંગે પ્રશ્ન ઉઠાવ્યો હતો. મેં ઓસ્ટ્રેલિયામાં મંદિરો પર હુમલા થવાના રિપોર્ટ જોયા છે. મેં આ મામલે ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સાથે વાતચીત કરી છે અને તેમણે મને ભરોસો આપ્યો છે કે ઓસ્ટ્રેલિયામાં ભારતીય સમુદાયની સુરક્ષા અને ભલાઈ એમના માટે પ્રાથમિકતા છે.

        




ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?