22 જાન્યુઆરીના દિવસે ભગવાન રામના મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે. ભવ્ય સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. અનેક મહાનુભાવોને આમંત્રણ આપવામાં આવ્યું. ભક્તોમાં આને લઈ વિશેષ ઉત્સાહ છે. પીએમ મોદીએ પ્રાણ પ્રતિષ્ઠા પહેલા એક ઓડિયો જાહેર કર્યો છે. જેમાં તેમણે કહ્યું કે તે 11 દિવસનું અનુષ્ઠાન કરી રહ્યા છે. પીએમ મોદીએ કહ્યું કે આ શુભ અવસરના સાક્ષી બનવા માટે તેઓ ભાગ્યશાળી છે. અયોધ્યામાં બની રહેલા ભવ્ય રામ મંદિરનો અભિષેક 22 જાન્યુઆરીએ થવા જઈ રહ્યો છે. હવે આમાં માત્ર 11 દિવસ બાકી છે.
પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમને માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા
ભગવાન રામ સાથે અનેક ભક્તોની આસ્થા જોડાયેલી છે. લાખો ભક્તોએ ક્ષણની રાહ જોઈ રહ્યા છે જ્યારે મંદિરમાં રામ લલ્લાની મૂર્તિની પ્રતિષ્ઠા થશે. અયોધ્યામાં આ ભવ્ય કાર્યક્રમને લઈ તડામાર તૈયારીઓ ચાલી રહી છે. પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમને માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે પીએમ મોદીએ મહોત્સવ પહેલા એક ઓડિયો ક્લીપ બહાર પાડી છે. વડાપ્રધાને જણાવ્યું કે 11 દિવસનો વિશેષ અનુષ્ઠાનની શરૂઆત તે કરી રહ્યા છે. પીએમએ કહ્યું કે આ શુભ અવસરના સાક્ષી બનવા માટે તેઓ ભાગ્યશાળી છે. અયોધ્યામાં બની રહેલા ભવ્ય રામ મંદિરનો અભિષેક 22 જાન્યુઆરીએ થવા જઈ રહ્યો છે. હવે આમાં માત્ર 11 દિવસ બાકી છે. અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠાને લઈને તૈયારીઓ ચાલી રહી છે.
11 દિવસ માટે પીએમ મોદી કરવાના છે અનુષ્ઠાન
વધુમાં તેમણે કહ્યું કે 'એ સપનું જે ઘણી પેઢીઓએ વર્ષોથી તેમના હૃદયમાં રાખ્યું છે. તેની સિદ્ધિ સમયે મને હાજર રહેવાનો મોકો મળી રહ્યો છે. જેમ કે આપણા શાસ્ત્રોમાં પણ કહેવામાં આવ્યું છે કે ભગવાનની ઉપાસના કરવા માટે આપણે પોતાની અંદર દૈવી ભાવના જાગૃત કરવી પડશે. આ માટે શાસ્ત્રોમાં ઉપવાસ અને કડક નિયમો જણાવવામાં આવ્યા છે. તે મુજબ હું આજથી 11 દિવસની વિશેષ વિધિ શરૂ કરી રહ્યો છું. આ પવિત્ર અવસર પર હું ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરું છું.