PM મોદી એ સભામાં કહ્યું "મારી તો એબીસીડીની શરૂઆત જ A ફોર આદિવાસીથી થાય છે."


  • Published By : Payal rathod
  • Published Date : 2022-11-06 16:27:41

"ચૂંટણી ભાજપ નથી લડતું, આ ચૂંટણી નરેન્દ્ર કે ભૂપેન્દ્ર પણ નથી લડતું, પરંતુ ગુજરાતની જનતા લડે છે"

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસ પર છે ત્યારે આજે કપરાડામાં જનસભા સંબોધતા કહ્યું  " મારી તો એબીસીડીની શરૂઆત જ A ફોર આદિવાસીથી થાય છે. હું આ વખતે મારા જ રેકોર્ડ તોડવા માંગુ છું. નરેન્દ્રના રેકોર્ડ ભુપેન્દ્ર તોડવા માંગુ છું. જેમાં તમે બધા મારો સાથ આપશો. આ વખતે પણ ગુજરાતમાં અનેક પરિવર્તનો આવી રહ્યા છે. આ વખતે પણ જનતા જનાર્દન ચૂંટણીનો વાવટો લઇને નિકળી પડ્યાં છે. આ ચૂંટણી ન તો નરેન્દ્ર લડે છે કે ન તો નરેન્દ્ર લડે છે. આ ચૂંટણી તો 6 કરોડ ગુજરાતીઓ લડી રહ્યા છે."


" ભૂકંપ પછી બધાને લાગતું હતું કે આ મોતની ચાદર ઓઢીને સુતેલું છે પરંતુ આપણે હાથ ફેલાવીને ઉભા રહીએ તેવા નથી હાથ હલાવીને પ્રાપ્ત કરનારા લોકો છીએ. આપણા ગુજરાતમાં ધોમધખતો તાપ હોય અને વિજળી ના વલખા હોય તે સમયે અમે ભીક્ષા માંગતા હતા અને કહેતા તે તમારી દિકરીને ભણાવવાનું વચન આપો. દરેક વિસ્તારની બહેનો ભણે તે માટેનું બીડુ ઉઠાવ્યું. આજે એ દિકરીએ ગુજરાતનું નામ રોશન કરી રહી છે."


આદિવાસી વિકાસની વાત કરતાં કહ્યું ....

 "આદિવાસી ક્ષેત્રમાં આટલો મોટો બદલાવ આજે પરિવર્તન આવ્યું છે. આ પ્રગતીના નવા નવા સોપાન સર થઇ રહ્યા છે. એટલા માટે મારા આદિવાસી ભાઇઓ બહેનો પુરી તાકાતથી બોલી રહ્યા છે કે આ ગુજરાત ગરવી ગુજરાત છે. મોદીનું ગુજરાત છે. ભાઇઓ બહેનો યાદ કરો વિજળી પાણીની શું સ્થિતિ હતી. લોકો 6 વાગ્યા પહેલા જમવા માટે મજબુર હતા પરંતુ આજે 24 કલાક વિજળી ઘરે ઘરે છે. આદિવાસી દિકરા દિકરીઓ મોડી રાત્રે પણ ભણે છે"


"વડાપ્રધાન મોદીએ નવો નારો આપ્યો- “આ ગુજરાત મેં બનાવ્યું છે.”

આ જનસભામાં PM નરેન્દ્ર મોદીએ નવો નારો આપ્યો "આ ગુજરાત મે બનવ્યું છે " અને સૌથી વધુ વાર બોલાયું છે .. અને કહ્યું કે આ ચૂંટણીમાં ગુજરાત અને ભાજપને મારો જેટલો સમય જોતો હોય એટલો સમય હું આપીશ ......



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?