વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે મધ્ય પ્રદેશના ઝાબુઆમાં રૂ. 7,550 કરોડના વિકાસ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો હતો. આ દરમિયાન તેમણે રાજ્યની 'ફૂડ સબસિડી સ્કીમ' હેઠળ લગભગ બે લાખ મહિલા લાભાર્થીઓને માસિક હપ્તાનું વિતરણ પણ કર્યું હતું. આ દરમિયાન પીએમ મોદીએ જનસભાને સંબોધતા કહ્યું કે 2023ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસનો પરાજય થયો હતો, 2024ની લોકસભા ચૂંટણીમાં તેનો સફાયો થવો નિશ્ચિત છે.
पिछले 10 वर्षों के दौरान हमारी सरकार आदिवासी समाज के उत्थान, गौरव और सम्मान के लिए समर्पित रही है। मध्य प्रदेश के झाबुआ में जनजातीय महासभा को संबोधित कर रहा हूं। https://t.co/G1YQkPjXnb
— Narendra Modi (@narendramodi) February 11, 2024
કોંગ્રેસ પર આકરા પ્રહાર
पिछले 10 वर्षों के दौरान हमारी सरकार आदिवासी समाज के उत्थान, गौरव और सम्मान के लिए समर्पित रही है। मध्य प्रदेश के झाबुआ में जनजातीय महासभा को संबोधित कर रहा हूं। https://t.co/G1YQkPjXnb
— Narendra Modi (@narendramodi) February 11, 2024કોંગ્રેસ પર નિશાન સાધતા પીએમ મોદીએ કહ્યું, 'મધ્યપ્રદેશે પાછલા વર્ષોમાં બે અલગ-અલગ તબક્કા જોયા છે. એક ડબલ એન્જિન સરકારનો યુગ અને બીજો કોંગ્રેસ યુગનો અંધકાર યુગ! યુવાનોને કદાચ યાદ પણ નહીં હોય કે આજે વિકાસના પંથે ઝડપથી દોડી રહેલા મધ્યપ્રદેશની ગણતરી ભાજપ સરકાર પહેલા દેશના સૌથી બિમારૂ રાજ્યોમાં થતી હતી. અમારા માટે આદિવાસી સમાજ મતબેંક નથી પરંતુ દેશના ગૌરવ સમાન છે. તમારું.. સન્માન પણ અને તમારો વિકાસ પણ... આ મોદીની ગેરંટી છે. તમારા સપના, તમારા બાળકોના સપના, યુવાનોના સપના... આ મોદીનો સંકલ્પ છે.