વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નાગપુરમાં વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવી દીધી છે. આ ટ્રેન નાગપુરથી લઈ બિલાસપુર સુધી દોડવાની છે. અનેક પ્રોજેક્ટનું લોકાર્પણ તેમજ શિલાન્યાસ કરવા તેઓ મહારાષ્ટ્ર પહોંચી ગયા હતા. ઉપરાંત નાગપુર મેટ્રોના પ્રથમ ચરણની શરૂઆત કરી છે. મેટ્રોની શરૂઆત કર્યા બાદ વડાપ્રધાન મોદીએ મેટ્રોની સવારી પણ કરી હતી અને વિદ્યાર્થીઓ સાથે વાતચીત પણ કરી હતી. આ સિવાય વડાપ્રધાન નરેન્દ્ર મોદી બીજા ચરણ માટે શિલાન્યાસ પણ કરવાના છે.
અનેક પ્રોજેક્ટનો કર્યો શિલાન્યાસ તેમજ લોકાર્પણ
મહારાષ્ટ્રને આજે 75000 કરોડની રૂપિયાના પ્રોજેક્ટની ભેટ મળવાની છે. વડાપ્રધાન મોદી અનેક પ્રોજેક્ટનો શિલાન્યાસ કરવાના છે તો અનેક પ્રોજેક્ટનું ઉદ્ધાટન કરવાના છે. પીએમ મોદીએ નાગરપુર અને બિલાસપુર વચ્ચે ચાલનારી વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવી દીધી છે. આ દરમિયાન મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ સિંદે પણ હાજર રહ્યા હતા. આ સિવાય પીએમ મોદી નાગપુર-મુંબઈ વચ્ચે બની રહેલા સમૃદ્ધિ મહામાર્ગનું પણ ઉદ્ધાટન કરવાના છે. સમુદ્ધિ મહામાર્ગ એટલે નાગપુર-મુંબઈ સુપર કોમ્યુનિકેશન એક્સપ્રેસવે સમગ્ર દેશમાં કનેક્ટિવિટી અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરને સુધારવા માટેનું એક મોટું પગલું છે.