કર્ણાટકમાં મળેલી વિપક્ષી એકતા બેઠક પર પીએમ મોદીનો કટાક્ષ, કહ્યું 'તેમનો એક જ એજન્ડા- પરિવાર બચાવો- ભ્રષ્ટાચાર વધારો'


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-07-18 13:05:27

2024માં લોકસભાની ચૂંટણી યોજાવાની છે. દરેક પાર્ટી દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે. દરેક પાર્ટીએ ચૂંટણીને લઈ તૈયારીઓ શરૂ કરી દીધી છે. ત્યારે ચૂંટણી પહેલા વિપક્ષી પાર્ટીમાં એકતા આવે તે માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. કર્ણાટક ખાતે વિપક્ષી એકતા બેઠકનું આયોજન થયું છે જેમાં 26 પાર્ટીના દિગ્ગજ નેતાઓનો સમાવેશ થાય છે. આજે બેઠકનો બીજો દિવસ છે. ચાર વાગ્યા સુધી આ બેઠક ચાલવાની છે. આ બેઠકમાં સોનિયા ગાંધી, અખિલેશ યાદવ, મમતા બેનર્જી, રાહુલ ગાંધી સહિતના નેતાઓ બેંગ્લુરૂ ખાતે ઉપસ્થિત છે. ત્યારે આ બેઠક પર પીએમ મોદીએ કટાક્ષ કર્યો છે. 

વિપક્ષી એકતા બેઠક પર પીએમ મોદીનો કટાક્ષ!

વિપક્ષની એકતા બેઠક પર કટાક્ષ કર્યો છે ઉપરાંત  પીએમ મોદી આ બેઠકને ભ્રષ્ટાચારી સંમેલન પીએમ મોદીએ જણાવ્યું છે. પીએમ મોદીએ કહ્યું કે  આ લોકો દેશની લોકશાહી અને બંધારણને બંધક બનાવવા ઈચ્છે છે. તેમના માટે હું એટલું જ કહેવા માંગુ છું - નફરત છે, કૌભાંડો છે, તુષ્ટિકરણ છે, મન મેલું છે, દેશ દાયકાઓથી પરિવારવાદની આગમાં સળગી રહ્યો છે. વધુમાં તેમણે કહ્યું કે આજે દેશની જનતાએ નક્કી કરી લીધું છે કે તેમણે અમને 2024માં પાછા લાવવાના છે. માટે ભારતની દુર્દશા માટે જે લોકો જવાબદાર છે તેમણે પોતાની દુકાનો ખોલી દીધી છે. 24 માટે 26 રાજકીય પક્ષો પર તે ખૂબ જ યોગ્ય છે. તેમનો એક જ એજન્ડા છે, પરિવાર બચાવો અને ભ્રષ્ટાચાર વધારો. તેના માટે પરિવાર પ્રથમ છે, દેશ બાદમાં છે. ન તો ખાતા કે ન તો વહી, પરિવાર જે કહે છે તે જ સાચું છે.



અમદાવાદના આંબલી બોપલ રોડ પર આજે સવારના સમયે ઓડી કાર લઈને એક નબીરો નીકળે છે અને અનેક વાહનોને અડફેટમાં લે છે... ત્યાં હાજર લોકોના જણાવ્યા અનુસાર કાર ચાલક ફૂલ પીધેલી હાલતમાં હતો અને અંદર બેસીને સિગરેટ પિતો હતો

વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.