દેશમાં લોકશાહીના મહાપર્વની ઉજવણી થઈ રહી છે.. મતદાતા પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે.. ત્યારે પીએમ મોદીએ અમદાવાદના રાણીપમાં મતદાન કર્યું છે. મતદાન કર્યા પછી પીએમ મોદીએ મતદાતાને અપીલ કરી છે. મતદાન આપ્યા બાદ તેમણે કહ્યું કે "ભારતની ચૂંટણી પ્રક્રિયા, ચૂંટણી વ્યવસ્થાપન એ વિશ્વની લોકશાહીઓ પાસેથી શીખવા જેવું ઉદાહરણ છે. વિશ્વની સૌથી મોટી યુનિવર્સિટીઓએ કેસ સ્ટડી કરવી જોઈએ. લોકશાહીની ઉજવણી થઈ રહી છે... હું ફરીથી દેશવાસીઓને કહું છું કે મોટી સંખ્યામાં મતદાન કરો અને લોકશાહીના તહેવારની ઉજવણી કરો..
#WATCH | PM Narendra Modi asks media personnel to take care of their health while covering #LokSabhaElection2024
“You should drink more water and it will be good for your health and will also give you energy...," says PM Modi pic.twitter.com/mlW1Ez4HMI
— ANI (@ANI) May 7, 2024
ક્યાં થઈ રહ્યું છે મતદાન?
#WATCH | PM Narendra Modi asks media personnel to take care of their health while covering #LokSabhaElection2024
“You should drink more water and it will be good for your health and will also give you energy...," says PM Modi pic.twitter.com/mlW1Ez4HMI
મહત્વનું છે કે પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે પીએમ મોદી, અમિત શાહ, ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ તેમજ મધ્યપ્રદેશના ગવર્નર મંગુભાઈ પટેલ ગુજરાત આવ્યા છે.. ગુજરાતના કરોડો મતદાતા પોતાના મતાધિકારનો ઉપયોગ આજે કરવાના છે.. દેશની 93 બેઠકો માટે મતદાન પ્રક્રિયા શરૂ છે.. ગુજરાતની તમામ 25, મહારાષ્ટ્રની 11, ઉત્તર પ્રદેશની 10, કર્ણાટકની 28 માંથી બાકી રહેલી 14 બેઠકો પર મતદાન થવાનું છે... છત્તીસગઢની 7, બિહારની 5, બંગાળ તેમજ આસામની 4-4 અને ગોવાની 2 બેઠકો પર મતદાન શરુ થઈ ગયું છે. આ ઉપરાંત દમણ-દીવ અને દાદરા નગર હવેલીની બન્ને બેઠકો પર તેમજ મધ્ય પ્રદેશની 9 બેઠકો પર પણ ત્રીજા તબક્કાનું મતદાન થઈ રહ્યું છે.
કેન્દ્રીય મંત્રીઓનું ભાવિ આજે નક્કી થશે
મહત્વનું છે કે આ ચૂંટણીમાં અનેક કેન્દ્રીય મંત્રીઓનું ભાવિ નક્કી થવાનું છે... અમિત શાહ તે ગાંધીનગરથી ચૂંટણી લડી રહ્યા છે, તે સિવાય જ્યોતિરાદિત્ય સિંધિયા ગુના સીટથી લડી રહ્યા છે. મનસુખ માંડવિયા ગુજરાતની પોરબંદર લોકસભા બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. તે સિવાય નારાયણ રાણે રત્નાગિરી સિંધુ દુર્ગ બેઠકથી ચૂંટણી લડી રહ્યા છે. એસપી સિંહ બેઘલ આગરા સીટથી લડી રહ્યા છે. તે સિવાય પરષોત્તમ રૂપાલા રાજકોટ લોકસભા બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. તે સિવાય દેવુસિંહ ચૌહાણ ખેડા બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. તે સિવાય ભગવંત ખુબા બિદર બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. તે ઉપરાંત પ્રહલાદ જોષી ધારવાડ બેઠક પરથી ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે.