Banaskanthaમાં PM Modiનો પ્રચાર, બનાસકાંઠાથી BJPનો માહોલ સેટ કરવાની શરૂઆત કરી! અહમદ પટેલને કર્યા યાદ...


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-05-01 18:47:29

ભારતીય જનતા પાર્ટીના સ્ટાર પ્રચારક ગણાતા પીએમ મોદી આજે ગુજરાતના પ્રવાસે છે... ગુજરાતમાં લોકસભા ચૂંટણીને માત્ર ગણતરીના દિવસો બાકી છે ત્યારે પીએમ મોદીએ ગુજરાતમાં પ્રચારની કમાન સંભાળી છે...આજે અને આવતી કાલે પીએમ મોદી અનેક સભાઓને ગજવવાના છે. બનાસકાંઠામાં પીએમ મોદીએ જનસભા સંબોધી હતી.. બનાસકાંઠામાં ભાજપ ઉમેદવાર રેખાબેન ચૌધરી ચૂંટણી માટે તેમણે પ્રચાર કર્યો હતો.. પોતાના સંબોધનમાં પીએમ મોદીએ ઈન્ડિયા ગઠબંધન વિશે અને કોંગ્રેસ વિશે અનેક વાતો કરી હતી...

બનાસકાંઠામાં પીએમ મોદીની જંગી સભા! 

પીએમ મોદી બે દિવસ માટે ગુજરાત આવ્યા છે.. અનેક લોકસભા બેઠકો પર તેઓ પ્રચાર કરી રહ્યા છે. આજે સાબરકાંઠા અને બનાસકાંઠામાં તેઓ પ્રચાર કરી રહ્યા છે. બનાસકાંઠામાં સભાને સંબોધતી વખતે તેમણે અનેક વાતોનો ઉલ્લેખ કર્યો. તેમણે પોતાના સંબોધનની શરૂઆત મા અંબાના નાદ સાથે કરી હતી. પીએમ મોદીએ સંબોધનમાં કોંગ્રેસ પર પ્રહાર કર્યા છે. આજે પણ કોંગ્રેસ પાસે મુદ્દા, વિઝન, કોઇ કામ કરવાનો ઉત્સાહ નથી. 2014માં કોંગ્રેસના મુદ્દા હતા કે આ ચાવાળો શું કરશે? તેને ગુજરાતની સમજ છે દેશની શું સમજ છે? કોંગ્રેસની સભામાં મારી મજાક ઉડાડવામાં આવતી હતી.  


કોંગ્રેસ પર પીએમ મોદીએ કર્યા પ્રહાર! 

પોતાના સંબોધનમાં પીએમ મોદીએ કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા.. તેમણે કહ્યું કે દિલ્હીમાં ગાંધી પરિવાર કોંગ્રેસને મત નહીં આપી શકે. દિલ્હીમાં કોંગ્રેસે આપ સાથે ગઠબંધ કર્યું છે. અહમદ પટેલનો પરિવાર કોંગ્રેસને મત નહીં આપી શકે. ભરુચમાં કોંગ્રેસે આપ સાથે ગઠબંધન કર્યુ છે. કોંગ્રેસના લોકો પર વિશ્વાસ કરી શકાય નહીં. કોંગ્રેસના લોકો ઘોષણા કરે, અનામતને હાથ નહીં લગાવીએ. કોંગ્રેસ પાસે મુદ્દા અને વિઝન નથી. કોંગ્રેસની હરકતોને મતદારોએ જવાબ આપ્યો છે તેવી વાત તેમના દ્વારા કરવામાં આવી હતી... તે સિવાય તેમણે અનેક મુદ્દાઓ પર વાત કરી હતી. 



ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...

મણિપુરમાં આટલા સમય બાદ પણ શાંતિ નથી સ્થપાઈ..... અનેક લોકોના મોત આ હિંસામાં થઈ ગયા છે.. શનિવારે ફરી ત્યાં હિંસા ફાટી નીકળી હતી જેમાં પણ લોકો મોતને ભેટ્યા છે.... મણિપુરને લઈ સરકાર પર નિશાન સાધવામાં આવી રહ્યું છે...