ત્રણ દેશોનો પ્રવાસ કરી ભારત પરત ફર્યા પીએમ મોદી! ઓસ્ટ્રેલિયાનું ઉદાહરણ લઈ પીએમ મોદીએ સાધ્યું વિપક્ષ પર નિશાન! સાંભળો શું કહ્યું પીએમ મોદીએ


  • Published By :
  • Published Date : 2023-05-25 10:29:22

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિદેશ યાત્રા કરી ભારત પરત ફર્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જાપાન, પાપુઆ ન્યુ ગિની અને ઓસ્ટ્રેલિયાના પ્રવાસે હતા. ભારત પરત ફરતા પીએમ મોદીનું સ્વાગત પાલમ એરપોર્ટ પર કરવામાં આવ્યું હતું. આવતાની સાથે જ પીએમ મોદીએ વિપક્ષો પર પ્રહાર કર્યા હતા. 28મેના રોજ નવા સંસદ ભવનનું ઉદ્ધાટન થવાનું છે. 19 જેટલી રાજકીય પાર્ટીઓ દ્વારા આ કાર્યક્રમનો બહિષ્કાર કરવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે. આ વાતને લઈ પીએમ મોદીએ વિપક્ષો પર આડકતરી રીતે નિશાન સાધ્યું હતું. ઓસ્ટ્રેલિયામાં યોજાયેલ કાર્યક્રમનં ઉદાહરણ આપતા તેમણે કહ્યું કે ઓસ્ટ્રેલિયામાં ભારતીય સમુદાય વચ્ચે યોજાયેલા આ સમારોહમાં ઓસ્ટ્રેલિયાના પીએમ, પૂર્વ પીએમ, શાસક પક્ષના સાંસદો અને સમગ્ર વિપક્ષોએ હાજરી આપી હતી. આ ત્યાંની લોકશાહી છે. આ કાર્યક્રમમાં શાસક અને વિપક્ષ બંનેએ ભારતના પ્રતિનિધિનું સન્માન કર્યું હતું.


વિદેશ પ્રવાસથી ભારત પરત ફર્યા પીએમ મોદી!

જાપાન, ઓસ્ટ્રેલિયા અને પાપુઆના પ્રવાસે ગયેલા પીએમ મોદી વિદેશ યાત્રા કરી ભારત પરત ફર્યા છે. જાપાનમાં તેમણે જી20 અને ક્વાર્ડ બેઠકમાં હાજરી આપી હતી. પાપુઆ ન્યુ ગિનીની પણ મુલાકાત લીધી હતી. ત્યારે રાષ્ટ્રપતિએ તેમના પગ સ્પર્શ કર્યા હતા. તે બાદ પીએમ મોદીએ ઓસ્ટ્રેલિયાની મુલાકાત લીધી હતી. ત્યાં તેમણે ઓસ્ટ્રેલિયામાં વસતા ભારતીયોને સંબોઘિત કર્યા હતા. ત્યારે વિદેશ પ્રવાસથી પીએમ મોદી ભારત પરત ફર્યા છે અને એરપોર્ટ પર તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. 

ઓસ્ટ્રેલિયા પ્રવાસનું ઉદાહરણ આપી વિપક્ષ પર સાધ્યું નિશાન!

ગુરૂવાર સવારે દિલ્હીના પાલમ એરપોર્ટ પર તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. પીએમના સ્વાગતમાં ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓ હાજર હતા. જે.પી નડ્ડા પણ ઉપસ્થિત હતા. પીએમ મોદીએ બીજેપી કાર્યકર્તાઓને સંબોધિત કર્યા હતા જેમાં તેમણે પોતાના વિદેશ પ્રવાસને લઈ વાતો કરી હતી. ઓસ્ટ્રેલિયાનું ઉદાહરણ લઈ ભારતની વિપક્ષી પાર્ટીઓ પર પીએમ મોદીએ નિશાન સાધ્યું હતું. સિડનીમાં યોજાયેલ કાર્યક્રમનો સંદર્ભ લઈ તેમણે કહ્યું કે ભારતના પ્રતિનિધિને, ભારતના સેવકનો બંને પક્ષ આદર અને સત્કાર કરે છે. સાથિયો આ યશ મોદીનો નહીં પરંતુ હિંદુસ્તાનની મહેનતનો છે. 140 કરોડ દેશવાસિયોનો જસ્બો છે. 


સંસદ ભવનના ઉદ્ધાટનનો વિરોધ કરતી પાર્ટીઓને આપ્યો જવાબ!

મહત્વનું છે કે પીએમ મોદીએ આ વાત ત્યારે કહી છે જ્યારે નવા સંસદ ભવનના ઉદ્ધાટનને લઈ રાજકારણ ગરમાયું છે. 19 જેટલી પાર્ટીઓએ ઉદ્ધાટન કાર્યક્રમમાં સામેલ થવાનો બહિષ્કાર કર્યો છે. કોંગ્રેસ, ઉદ્ધવ ઠાકરે જૂથ વાળી શિવસેના, આમ આદમી પાર્ટી સહિત 19 જેટલી પાર્ટીઓએ ઉદ્ધાટન સમારોહમાં આવવાનો બહિષ્કાર કર્યો છે. ત્યારે પીએમ મોદી દ્વારા આપવામાં આવેલું ઉદાહરણ સંસદના ઉદ્ધાટનનો બહિષ્કાર કરવા બદલ વિપક્ષને આપવામાં આવેલો જવાબ હોય તેવું નિષ્ણાંતોનું માનવું છે.      



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.