PM મોદીએ કુનો નેશનલ પાર્કમાં નામિબિયાથી લવાયેલા 8 ચિત્તા છોડ્યાં


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-17 16:08:21

નામિબિયાથી આઠ ચિત્તાઓને ખાસ કાર્ગો પ્લેન દ્વારા ગ્વાલિયર લાવવામાં આવ્યા હતા. આ પછી તેઓને ચિનૂક હેલિકોપ્ટર દ્વારા કિનો નેશનલ પાર્ક લઈ જવામાં આવ્યા હતા. પીએમ મોદીએ તેમના જન્મદિવસ પર આ ચિત્તાઓને કુનો નેશનલ પાર્કમાં છોડી દીધા હતા.

PM મોદીએ મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્કમાં નામિબિયામાંથી 8 ચિત્તા છોડ્યા છે. પીએમ મોદીએ આ ચિત્તાઓને પાંજરાના દરવાજા ખોલીને જંગલમાં છોડી દીધા હતા. 

 


અધિકારીઓએ જણાવ્યું હતું કે આ આઠ ચિત્તામાંથી પાંચ માદા અને ત્રણ નર છે. તેમને નામિબિયાથી 'પ્રોજેક્ટ ચિતા'ના ભાગરૂપે ભારત લાવવામાં આવ્યા છે. રાષ્ટ્રીય ઉદ્યાનમાં નામિબિયાથી ચિત્તાને છોડ્યા બાદ પીએમ મોદીએ કહ્યું કે આનાથી ભારતની પ્રકૃતિની પ્રેરણા ઝડપથી જાગૃત થશે.


Image

ચિત્તા જોવા માટે થોડા મહિનાનો સમય આપવો પડશે : PM

પીએમ મોદીએ કહ્યું કે કુનો નેશનલ પાર્કમાં આ ચિત્તાઓને જોવા માટે લોકોએ ધીરજ બતાવવી પડશે અને થોડા મહિના રાહ જોવી પડશે. આ ચિત્તા આ વિસ્તારમાંથી અજાણ્યા મહેમાન તરીકે આવ્યા છે. કુનો નેશનલ પાર્કને ચિત્તાઓનું ઘર બનાવવા માટે આપણે તેમને થોડા મહિના આપવા પડશે.



વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...