Andhra Pradeshના તિરુપતિ બાલાજી મંદિર પહોંચ્યા PM Modi! પરંપરાગત પોષાકમાં કરી પૂજા-અર્ચના, PM Modiએ લખ્યું...


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-11-27 13:25:57

આવતા વર્ષે લોકસભાની ચૂંટણી યોજાવાની છે. તે પહેલા પાંચ રાજ્યો માટે વિધાનસભા ચૂંટણી યોજાઈ. પાંચમાંથી ચાર રાજ્યોમાં ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. મતદાતાઓએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી લીધો છે. તેલંગાણામાં 30 નવેમ્બરે ચૂંટણી યોજાવાની છે. રાજકીય પાર્ટી દ્વારા એડીચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે. રવિવારે તેલંગાણામાં અનેક જનસભાને સંબોધિત કર્યા બાદ પીએમ મોદી આજે સવારે વેંકટેશ્વર મંદિર પહોંચ્યા હતા. પારંપરિક પોષાકમાં પીએમ મોદીએ વિશેષ પૂજા કરી હતી. ત્યાં દેશવાસીઓની સુખાકારી માટે પ્રાર્થના કરી હતી.  

વેંકટેશ્વર મંદિરના પીએમ મોદીએ કર્યા દર્શન 

તેલંગાણમાં થોડા દિવસો બાદ વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. રાજકીય પાર્ટી દ્વારા જોરશોરથી ચૂંટણી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. તેલંગાણામાં જનસભાને સંબોધિત કર્યા બાદ રવિવારે પીએમ મોદી આંધ્રપ્રદેશ પહોંચ્યા હતા. તિરૂપતિ નજીક આવેલા એરપોર્ટ પર તે ઉતર્યા હતા જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. સોમવાર સવારે પીએમ મોદી તિરુમાલામાં આવેલા વેંકટેશ્વર મંદિર પહોંચ્યા હતા અને ત્યાં વિશેષ પૂજા અર્ચના કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આ અંગોનો વીડિયો શેર કરાયો છે.  



અમદાવાદના આંબલી બોપલ રોડ પર આજે સવારના સમયે ઓડી કાર લઈને એક નબીરો નીકળે છે અને અનેક વાહનોને અડફેટમાં લે છે... ત્યાં હાજર લોકોના જણાવ્યા અનુસાર કાર ચાલક ફૂલ પીધેલી હાલતમાં હતો અને અંદર બેસીને સિગરેટ પિતો હતો

વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.