PM મોદી ડ્રેસિંગ રૂમમાં પહોંચ્યા, જાડેજા સાથે હાથ મિલાવ્યો, શમીને ગળે લગાવ્યો, ફોટો વાયરલ


  • Published By :
  • Published Date : 2023-11-20 19:26:17

ICC ક્રિકેટ વર્લ્ડ કપની ફાઈનલ મેચમાં ભારતીય ટીમને 6 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. આ હાર સાથે ભારતીય ટીમનું ત્રીજી વખત ટાઈટલ જીતવાનું સપનું ચકનાચૂર થઈ ગયું છે. ઓસ્ટ્રેલિયાની ટીમે રેકોર્ડ છઠ્ઠી વખત આ ખિતાબ જીત્યો હતો. હાર બાદ ભારતીય ખેલાડીઓ અને પ્રશંસકોનું દિલ તૂટી ગયું હતું. કેપ્ટન રોહિત શર્મા, વિરાટ કોહલી અને મોહમ્મદ સિરાજની આંખોમાં આંસુ આવી ગયા હતા. તેની તસવીરો જોઈને ફેન્સ પણ ઈમોશનલ થઈ ગયા હતા.


શમીએ ફોટો શેર કર્યો


ભારતીય ટીમની હાર બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ દેશના ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા ડ્રેસિંગ રૂમમાં પહોંચ્યા હતા. મોહમ્મદ શમીએ એક ફોટો પણ શેર કર્યો છે જેમાં તે વડાપ્રધાનને ગળે લગાવીને ખૂબ જ ભાવુક થઈ ગયો હતો. આ ફોટો શેર કરતી વખતે શમીએ લખ્યું, 'દુર્ભાગ્યે ગઈકાલે અમારો દિવસ નહોતો. હું સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન અમારી ટીમ અને મને સપોર્ટ કરવા બદલ તમામ ભારતીય પ્રશંસકોનો આભાર માનું છું. હું પીએમનો આભારી છું જેઓ ખાસ કરીને ડ્રેસિંગ રૂમમાં આવ્યા અને અમને પ્રોત્સાહિત કર્યા હતા. અમે ફરી પાછા આવીશું.'


જાડેજાએ PMનો માન્યો આભાર


રવિન્દ્ર જાડેજાએ પીએમ સાથેની મુલાકાતનો ફોટો પણ શેર કર્યો હતો. આ ફોટામાં પીએમ જાડેજા સાથે હાથ મિલાવી રહ્યા છે. જાડેજાએ લખ્યું, 'અમારી ટૂર્નામેન્ટ ઘણી સારી હતી, પરંતુ ગઈકાલે અમે હારી ગયા. અમે બધા દુઃખી છીએ, પરંતુ લોકોનો ટેકો અમને પ્રોત્સાહિત કરી રહ્યો છે. ગઈકાલે PMની ડ્રેસિંગ રૂમની મુલાકાત ખાસ અને ખૂબ જ પ્રેરણાદાયી હતી.



રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?

ખુબ નાની વયના યુવાનો શું કામ ડ્રગ્સના રવાડે ચડી રહ્યા છે? અમદાવાદના પ્રિન્સને મિત્રએ જ મજા આવશે કહીને ઈન્જેક્શન અપાવ્યું અને જીવ ગયો. દોસ્તી જેવો પવિત્ર સંબંધ શું કામ લાજી રહ્યો છે?

મોદી સ્ટેડિયમમાં આજે 1 લાખથી વધુ હરિભક્તોનું અમદાવાદમાં સન્માન કરવામાં આવશે. "સુવર્ણ કાર્યકર મહોત્સવ" શું છે તે જુઓ