PM Modiએ વિપક્ષ પર પ્રહાર કરવા ઉઠાવ્યો મણિપુરનો મુદ્દો, તો આ તરફ અધિર રંજન ચૌધરીએ પણ કરી અવિશ્વાસ પ્રસ્તાવ અંગે વાત, જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2023-08-12 17:18:40

સંસદમાં ચોમાસા સત્રનો અંત થઈ ગયો છે. સત્રની કાર્યવાહી દરમિયાન મણિપુર અંગે જ્યારે જ્યારે ચર્ચા થઈ ત્યારે ભારે હોબાળો થયો અને કાર્યવાહી સ્થગિત થઈ. ત્યારે વિપક્ષ દ્વારા અવિશ્વાસ પ્રસ્તાવ લાવવામાં આવ્યો હતો. અવિશ્વાસ પ્રસ્તાવની ચર્ચા દરમિયાન વિપક્ષોએ સત્તા પક્ષ પર જ્યારે સત્તા પક્ષે વિપક્ષો પર પ્રહાર કર્યા હતા. ચર્ચાના અંતિમ દિવસે પીએમ મોદી જવાબ આપવા સંસદમાં આવ્યા હતા. 2 કલાકથી વધુ તેઓ બોલ્યા પરંતુ મણિપુર વિશે તેઓ માત્ર મિનીટો બોલ્યા હતા. સંસદની કાર્યવાહી ભલે પૂરી થઈ ગઈ હતી પરંતુ મણિપુરનો મુદ્દો ઉઠ્યો હતો. 

સંસદ સિવાય પણ ઉઠ્યો મણિપુરનો મુદ્દો 

https://twitter.com/BJP4India/status/1690252359451254784?s=20 કોંગ્રેસના નેતા અધિર રંજન ચૌધરીએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં તેમણે પીએમ મોદી પર નિશાન સાધ્યું હતું. પ્રેસ કોન્ફરન્સમાં તેમણે કહ્યું હતું કે સંસદમાં વિપક્ષમાં અવાજ ઉઠાવતા રહ્યા કે મણિપુરની હાલત ગંભીર થઈ રહી છે, પીએમ મોદી સંસદમાં આવીને પોતાની વાત રાખે. પીએમ મોદી સતત અમારી વાતને નકારતા રહ્યા અને અમારે છેલ્લે અવિશ્વાસ પ્રસ્તાવ લાવવો પડ્યો. અવિશ્વાસ પ્રસ્તાવને લઈ પીએમ મોદી સદનમાં આવે અને પોતાની વાત રજૂ કરે. તો આ તરફ પીએમ મોદીએ પણ એક કાર્યક્રમમાં મણિપુરનો મુદ્દો ઉઠાવ્યો હતો. જેમ વિપક્ષે પીએમ મોદી પર આરોપ લગાવ્યો તેમ પીએમ મોદીએ વિપક્ષ પર આરોપ લગાવ્યો. પીએમ મોદીએ કહ્યું કે વિપક્ષના લોકો સદનમાંથી ભાગી ગયા, એ આખા દેશે જોયું. પરંતુ તે દુ:ખદ છે કે આ લોકોએ મણિપુરના લોકો સાથે આટલો મોટો વિશ્વાસઘાત કર્યો. 


જો મણિપુર વિશે સંસદમાં આટલી ચર્ચા કરવામાં આવી હોત!

મહત્વનું છે કે બંને પક્ષો દ્વારા મણિપુરનો મુદ્દો ઉઠાવવામાં આવી રહ્યો છે. પરંતુ જ્યારે ખરેખર ઉઠાવવાનો હતો ત્યારે તેની પર ચર્ચા કરવાનું બંને ચૂકી ગયા. પીએમ મોદીએ પણ સંસદમાં આ મામલે જવાબ આપવો જોઈતો હતો. પોતાના સંબોધનમાં તેમણે વિપક્ષ પર પ્રહાર કર્યા હતા પરંતુ મણિપુર વિષય પર ચર્ચા કરવામાં તેમણે ઘણી વારી કરી દીધી હતી. તો રાહુલ ગાંધીએ પણ જ્યારે સંસદમાં ભાષણ આપ્યું ત્યારે તેમણે પણ પોતાના સંબોધનમાં ભારત જોડો યાત્રાનો ઉલ્લેખ કર્યો હતો. પરંતુ મણિપુર વિશે વાત કરવાનું સત્તાપાર્ટી તેમજ વિપક્ષ બંને ચૂકી છે. જેટલા પ્રહાર પાર્ટીઓ એકબીજા પર કરી રહ્યા છે તેટલી ચર્ચાઓ મણિપુર વિશે કરવામાં આવી હોત તો પરિસ્થિતિ કદાચ કંઈક અલગ હોત...  



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.