જાપાનના હિરોશિમામાં PM નરેન્દ્ર મોદીએ આજે શનિવારે (મે 20)ના રોજ ક્વાડ દેશોના નેતાઓ સાથે બેઠક યોજી હતી. આ દરમિયાન PM મોદીએ કહ્યું હતું કે 2024માં ભારતમાં ક્વાડ સમિટનું આયોજન કરીને અમને ખુશી થશે. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન, ઓસ્ટ્રેલિયન PM એન્થોની અલ્બેનીઝ અને જાપાનના પીએમ ફુમિયો કિશિદા સાથેની બેઠકમાં PM મોદીએ કહ્યું કે આ ક્વાડ સમિટમાં ભાગ લઈને મને ખુશીની અનુભૂતિ થાય છે.
इस क्वाड समिट में हिस्सा लेते हुए मुझे खुशी हो रही है। क्वाड समूह इंडो-पैसिफिक में शांति, स्थिरता और समृद्धि सुनिश्चित करने के लिए एक महत्वपूर्ण मंच है। इसमें कोई संदेह नहीं है कि इंडो-पैसिफिक व्यापार, इनोवेशन और विकास का इंजन है: क्वाड शिखर सम्मेलन में प्रधानमंत्री नरेंद्र मोदी,… pic.twitter.com/gQGs55PeYd
— ANI_HindiNews (@AHindinews) May 20, 2023
PM મોદીએ કર્યું સંબોધન
इस क्वाड समिट में हिस्सा लेते हुए मुझे खुशी हो रही है। क्वाड समूह इंडो-पैसिफिक में शांति, स्थिरता और समृद्धि सुनिश्चित करने के लिए एक महत्वपूर्ण मंच है। इसमें कोई संदेह नहीं है कि इंडो-पैसिफिक व्यापार, इनोवेशन और विकास का इंजन है: क्वाड शिखर सम्मेलन में प्रधानमंत्री नरेंद्र मोदी,… pic.twitter.com/gQGs55PeYd
— ANI_HindiNews (@AHindinews) May 20, 2023PM મોદીએ ક્વાડ રાષ્ટ્રાધ્યક્ષોને સંબોધતા કહ્યું હતું કે ક્વાડની મીટિંગ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે મંચ વૈશ્વિક ભલાઈ, લોકોના કલ્યાણ, સમૃદ્ધિ અને શાંતિ માટે પ્રયાસ કરવાનું ચાલુ રાખશે. ક્વાડ ગ્રુપ ઈન્ડો-પેસિફિકમાં શાંતિ, સ્થિરતા અને સમૃદ્ધિ સુનિશ્ચિત કરવા માટે એક મહત્વપૂર્ણ પ્લેટફોર્મ છે. તેમાં કોઈ શંકા નથી કે ઈન્ડો-પેસિફિક એ વેપાર, નવીનતા અને વૃદ્ધિનું એન્જિન છે. અમે સર્વસંમત છીએ કે ઈન્ડો-પેસિફિકની સુરક્ષા અને સફળતા માત્ર ક્ષેત્ર માટે જ નહીં પરંતુ વિશ્વ માટે મહત્વપૂર્ણ છે. રચનાત્મક એજન્ડા સાથે અમે સહિયારા લોકતાંત્રિક મૂલ્યોના આધારે આગળ વધી રહ્યા છીએ.