પુણેના લવાસામાં બનશે PM મોદીની દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા, જાણો શું છે પ્રતિમાની વિશેષતા


  • Published By :
  • Published Date : 2023-08-02 18:27:38

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા પુણેના લવાસામાં બનાવવામાં આવશે. આ પ્રતિમા 190-200 મીટરની ઉંચાઈ પર વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા હશે. પુણેના લવાસા વિસ્તારને પ્રવાસીઓની પહેલી પસંદ માનવામાં આવે છે. મોદીની પ્રતિમાનું અનાવરણ 31 ડિસેમ્બર 2023ના રોજ અથવા તે પહેલા કરવામાં આવે તેવી શક્યતા છે. ડાર્વિન પ્લેટફોર્મ ગ્રુપ ઓફ કંપનીઝ(DPGC)ના વડા અજય હરિનાથ સિંહના જણાવ્યા અનુસાર, આ કાર્યક્રમમાં ઈઝરાયેલ, જર્મની, ફ્રાન્સ, સંયુક્ત આરબ અમીરાત, સાઉદી અરેબિયા અને યુનાઈટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકાના વાણિજ્ય દૂતાવાસના પ્રતિનિધિઓ પણ હાજરી આપશે.


PM મોદીના પ્રયાસોને સમર્પિત કરાશે પ્રતિમા


હરિનાથ સિંહે કહ્યું કે આ પ્રતિમા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દૂરંદેશી નેતૃત્વ અને રાષ્ટ્રની અખંડ એકતા માટે કરવામાં આવી રહેલા પ્રયાસોને સમર્પિત કરવામાં આવશે. નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (NCLT) એ લવાસા સ્માર્ટ સિટી માટેના રિઝોલ્યુશન પ્લાનને મંજૂરી આપતાં, આ ભવ્ય પ્રતિમાનું વિઝન હવે વાસ્તવિકતા બનવાની નજીક છે.


મ્યૂઝિયમ, સ્મારક બગીચો પણ બનશે


DPGCના પ્રવક્તાએ જણાવ્યું હતું કે લવાસા, જ્યાં પ્રતિમા સ્થાપિત થવાની છે, ત્યાં એક મ્યૂઝિયમ, એક સ્મારક બગીચો, મનોરંજન કેન્દ્ર અને એક એક્ઝિબિશન હોલ હશે જે દેશના વારસા અને નવા ભારતની આકાંક્ષાઓને પ્રદર્શિત કરશે. એક્ઝિબિશન હોલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જીવન અને સિદ્ધિઓનું પ્રદર્શન હશે. આ સાથે, તે નવા ભારતના નિર્માણમાં તેમના દ્વારા આપેલા યોગદાનને પણ પ્રદર્શિત કરશે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?