PM Modiએ સોશિયલ મીડિયા પર રાખ્યો તિરંગાનો DP, લખ્યું દેશ સાથે ગાઢ સંબંધ બનાવવામાં આ પ્રયાસ મદદ કરશે, જાણો વિગત


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-08-13 11:58:45

બે દિવસ પછી 15મી ઓગસ્ટ આવી રહી છે. 15મી ઓગસ્ટ એટલે એ દિવસ કે જ્યારે ભારતને સ્વતંત્રતા મળી હતી. ગુલામીથી ભારત આઝાદ થયો હતો. આઝાદી માટે અનેક વીર સપૂતોએ, વીરાંગનાઓએ, શહીદોએ પોતાના જીવની આહુતિ આપી હતી. તેમને આ દિવસો દરમિયાન યાદ કરવામાં આવે છે. ત્યારે ગયા વર્ષે પણ હર ઘર તિરંગા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ વર્ષે પણ હર ઘર તિરંગાનું આયોજન કરવામાં આવ્યું છે. હર ઘર તિરંગા અંતર્ગત 15 ઓગસ્ટ સુધી ઘરમાં લોકો તિરંગા રાખે. લોકોમાં દેશભક્તિ જાગે તે માટે આનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે હર ઘર તિરંગા અંતર્ગત પીએમ મોદીએ પોતાના સોશિયલ મીડિયા પર રાખવામાં આવતા ડીપીને ચેન્જ કર્યું છે. પીએમ મોદીએ તિરંગાનો ફોટો પ્રોફાઈલ પિક્ચર તરીકે રાખ્યો છે અને આહ્વાન કર્યું છે બને તેટલા લોકો તિરંગાનું પ્રોફાઈલ પિક્ચર રાખે. દેશ સાથે આપણો સંબંધ ગાઢ થાય તેવા પ્રયત્નો કરીએ.           

બે દિવસ પૂરતી થઈ ગઈ છે આપણી દેશભક્તિ!   

સામાન્ય રીતે જેમ જેમ 15મી ઓગસ્ટ નજીક આવતી હોય છે તેમ તેમ આપણી અંદર રહેલી દેશભક્તિ જાગૃત થતી હોય છે. 15મી ઓગસ્ટ તેમજ 26 જાન્યુઆરીના રોજ આપણી અંદર રહેલી દેશભક્તિ પોતાની ચરમસીમાએ પહોંચી જતી હોય છે. જે બે દિવસો દરમિયાન આપણામાં અચાનક એવી દેશભક્તિ જાગી જાય કે આપણને વિરોના બલિદાનો અચાનક યાદ આવી જાય. દેશભક્તિના ગીતો આપણા હોઠો પર ચાલતા હોય. વ્હોટએપના ડીપી બદલાઈ જાય, સ્ટેટસમાં દેશભક્તિના ગીતો મૂકવામાં આવે. દેશ ભક્તિની ફિલિંગ આપણી અંદર ચરમસીમાએ પહોંચી જાય. 


જો આપણે આપણી ફરજ સારી રીતે નિભાવીએ એ પણ દેશભક્તિ છે..

ત્યારે પ્રશ્ન એ થાય કે શું સોશિયલ મીડિયા પર પ્રોફાઈલ પિક્ચર બદલવાથી દેશ ભક્તિ જાગશે? બે દિવસ સુધી આપણી અંદર દેશભક્તિ જાગે પરંતુ દિવસ પૂર્ણ થતાં આપણી અંદર જાગેલી દેશભક્તિ ક્યાંય ખોવાઈ જાય છે. જરૂર છે એક દિવસ માટે જાગેલી દેશભક્તિને હંમેશા માટે જાગૃત રાખવાની. આ દેશ આપણો છે અને આપણે આ દેશના નાગરિક છીએ એવું આપણે વિચારીએ છીએ પરંતુ જ્યારે આપણી ફરજ નિભાવવાની વાત આવે ત્યારે ચૂકી જઈએ છીએ. સવાલ કરવો સારો છે પરંતુ ત્યારે જ્યારે આપણે બધી જવાબદારી સારી રીતે નિભાવી હોય. માત્ર બે દિવસની દેશભક્તિથી કંઈ બદલાવ નહીં આવે, જ્યાં સુધી આપણી અંદર રહેલી દેશભક્તિ સ્થાયી નહીં થાય. ખોટું થતું હોય ત્યારે આપણે ભલે અવાજ ન ઉઠાવીએ, પરંતુ જો આપણે પોતાને ખોટું કરતા અટકાવીએ એ પણ એક જાતની દેશભક્તિ છે. આપણી ફરજો સારી રીતે, ઈમાનદારીથી નિભાવીએ તો પણ એક પ્રકારનો દેશપ્રેમ જ છે.    



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?