પ્રધાનમંત્રી મોદી 24 એપ્રીલથી બે દિવસના પ્રવાસ પર જશે. આ સમગ્ર પ્રવાસ દરમિયાન 36 કલાકમાં 7 રાજ્યોમાં અલગ-અલગ 8 જેટલા કાર્યક્રમોમાં પણ ભાગ લેશે. પીએમ તેમના આ પ્રવાસ દરમિયાન દેશના વિવિધ ભાગોમાં 5 હજાર કિમીનું અંતર પુરૂ કરશે. પીએમ મોદી દિલ્હીથી પહેલા મધ્ય પ્રદેશનો પ્રવાસ કરશે, ત્યાર બાદ તે કેરળની મુલાકાતે જશે અને ત્યાંથી તે પશ્ચિમ ભારતના કેન્દ્ર શાસિત પ્રદેશો થઈને દિલ્હી પરત ફરશે.
MPમાં કાર્યક્રમમાં હાજર રહેશે
પીએમ મોદી સવારે 24 એપ્રીલથી તેમની યાત્રાનો શુભારંભ કરશે. પીએમ મોદીના આ લાંબા કાર્યક્રનો પહેલો પડાવ મધ્ય પ્રદેશનું ખજુરાહો હશે ત્યાંથી તે રીવા પહોંચશે. રીવામાં આયોજીત રાષ્ટ્રિય પંચાયત રાજ દિવસ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. રીવાથી તે 200 કિમીની યાત્રા કરીને તે ખજુરાહો પરત ફરશે. પીએમ મોદી ત્યાર બાદ કેરળના કોચી જશે, અહીં તે 1700 કિમીની હવાઈ યાત્રા કરીને યુવમ કોન્ક્લેવમાં ભાગ લેશે.
તિરૂવનંતપુરમ અને દમણ પણ જશે
પીએમ મોદી કોચીથી તિરૂવનંતપુરમનો પ્રવાસ કરશે, અહીં પ્રધાનમંત્રી વંદે ભારતને લીલી ઝંડી બતાવશે, અને વિવિધ પરિયોજનાઓનું લોકાર્પણ કરશે. અહીં તે સુરતના માર્ગે લગભગ 1570 કિમીનું અંતર પુરૂ કરીને પીએમ મોદી સેલવાસ પહોંચશે. જ્યાં તે NAMO મેડિકલ કોલેજની મુલાકાત લેશે. તે ઉપરાંત તે અહીં વિવિધ પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે.
પ્રવાસ માત્ર 36 કલાકમાં પૂર્ણ કરશે
આ પછી પીએમ મોદી દેવકા સીપ્રિન્ટના ઉદ્ઘાટન માટે દમણ જશે. તેઓ અહીંથી 110 કિલોમીટરનું અંતર કાપીને સુરત આવશે. તેમની યાત્રામાં વધુ 940 કિમીનો ઉમેરો કરીને પીએમ મોદી સુરતથી દિલ્હી પરત આવશે. આમ વડાપ્રધાન 5,300 કિલોમીટરની હવાઈ યાત્રા કરશે. પીએમ મોદી ઉત્તરથી દક્ષિણ ભારતની આ યાત્રા માત્ર 36 કલાકમાં પૂર્ણ કરશે.