PM મોદીની બહેન વસંતી બેને CM યોગીની બહેન શશી દેવી સાથે કરી મુલાકાત, Video થયો વાયરલ


  • Published By :
  • Published Date : 2023-08-04 22:25:25

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની બહેન આજે ઉત્તરાખંડમાં મળી હતી. આ બંનેને જોઈને કોઈ એમ ન કહી શકે કે તેઓ દેશના બે મોટા નેતાઓની બહેનો છે. બંનેની આ મુલાકાતની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. અત્રે ઉલ્લેખનિય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બહેન વસંતી બેન સુપ્રસિદ્ધ નીલકંઠ મહાદેવ મંદિરના દર્શન કરવા પહોંચ્યા હતા.


ઋષિકેશના નીલકંઠ ધામમાં થઈ મુલાકાત


PM નરેન્દ્ર મોદીની બહેન વસંતી બેન તેમના પતિ હસમુખ સાથે ભગવાન ભોલેનાથના દર્શન કરવા અને પૂજા કરવા માટે ઋષિકેશના નીલકંઠ ધામ પહોંચ્યા હતાં. જ્યાં તેમણે મંદિરમાં ભગવાન શિવના શિવલિંગ પર જળાભિષેક કરી પરિવાર અને દેશની સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી. વસંતી બેન ત્યાર બાદ પાર્વતી મંદિરના દર્શન કરવા કોઠાર ગામ ગયા હતાં, અહીં તેઓ યુપીના સીએમ યોગી આદિત્યનાથની બહેન શશી દેવીને પણ મંદિર પરિસરમાં ચાલતી દુકાનમાં મળ્યા હતા. જ્યાં તેમણે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની બહેન શશી દેવી સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન બંનેએ એકબીજાને ગળે લગાવ્યા અને બંનેએ પરિવાર સાથે વિવિધ વિષયો પર ચર્ચા કરી હતી.


વીડિયો ખૂબ શેર થઈ રહ્યો છે


PM નરેન્દ્ર મોદીની બહેન વસંતી બેન અને CM યોગી આદિત્યનાથની બહેન શશી દેવીની આ ઉષ્માભરી મુલાકાત થઈ, આલિંગન થયું અને પરિવારની સુખાકારી પણ જાણી હતી. પીએમ મોદીની બહેન અને સીએમ યોગીની બહેન વચ્ચેની મુલાકાતની તસવીર લોકો સોશિયલ મીડિયા પર ખૂબ શેર કરી રહ્યાં છે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?