દેશના રાજકીય પક્ષો આગામી લોકસભાની ચૂંટણીની તૈયારીઓમાં લાગી ગયા છે. કોંગ્રેસ સહિતના પક્ષોએ ભાજપનો મુકાબલો કરવા માટે 'INDIA'ગઠબંધન બનાવ્યું છે. પીએમ મોદીએ પણ વર્ષ 2024ની ચૂંટણી પહેલા મોટો દાવો કર્યો છે. દિલ્હીના પ્રગતિ મેદાનમાં ITPO કોમ્પ્લેક્સનું ઉદ્ઘાટન કરવા પહોંચેલા વડાપ્રધાન મોદીએ તેમના સંબોધનમાં કહ્યું હતું કે ભારત તેમના ત્રીજા કાર્યકાળમાં વિશ્વની ત્રીજી મોટી આર્થિક તાકાત બનશે.
#WATCH | In my third term, India will be among the top three economies in the world...Yeh Modi ki guarantee hai, says PM Modi. pic.twitter.com/drLFWZKgS6
— ANI (@ANI) July 26, 2023
કાર્યક્રમમાં PM મોદીએ શું કહ્યું?
#WATCH | In my third term, India will be among the top three economies in the world...Yeh Modi ki guarantee hai, says PM Modi. pic.twitter.com/drLFWZKgS6
— ANI (@ANI) July 26, 2023100 વર્ષ પહેલા જ્યારે ભારત આઝાદીની લડાઈ લડી રહ્યું હતું ત્યારે ત્રીજો દાયકો ખૂબ જ મહત્વપૂર્ણ હતો. એ જ રીતે આ સદીનો ત્રીજો દાયકો પણ એટલો જ મહત્વનો છે.
હું ભારતીયોને કહેવા માંગુ છું કે, 2024 પછી દેશની પ્રગતિની ગતિ વધુ ઝડપી થશે. તમે તમારા બધા સપના સાકાર થતા જોશો.
મારા ત્રીજા કાર્યકાળમાં ભારત ટોચની ત્રણ અર્થવ્યવસ્થાઓમાં ઊભું રહેશે, અને આ મોદીની ગેરંટી છે.
મારા પ્રથમ કાર્યકાળમાં ભારત અર્થતંત્રની દૃષ્ટિએ 10માં સ્થાને હતું. મારા બીજા કાર્યકાળમાં, તે વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે. આ ટ્રેક રેકોર્ડના આધારે, હું સુનિશ્ચિત કરું છું કે મારી ત્રીજી ટર્મમાં ભારતની અર્થવ્યવસ્થા વિશ્વના ટોચના ત્રણ દેશોમાં હશે.
દરેક ભારતીયને ભારત મંડપમ પર ગર્વ છે. તે ભારતની ઈચ્છાનું પ્રતિક છે અને નવા ભારતનું પ્રતિબિંબ છે.
ભારત ગરીબી દૂર કરી શકે છે અને તેની પાછળનો ખ્યાલ એ છે કે નીતિ આયોગના આંકડા દર્શાવે છે કે પાંચ વર્ષમાં 13.5 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા છે. આંતરરાષ્ટ્રીય એજન્સીઓનું કહેવું છે કે ભારતમાં ગરીબી ખતમ થવાના આરે છે.
સૌથી મોટું કન્વેન્શન સેન્ટર દેશને સમર્પિત
વડાપ્રધાન મોદીએ સૌથી મોટું કન્વેન્શન સેન્ટર દેશને સમર્પિત કર્યું. આ સેન્ટરનું નામ ભારત મંડપમ રાખવામાં આવ્યું છે. 2700 કરોડ રુપિયના ખર્ચે આ પરિસર તૈયાર કરાયું છે. વડાપ્રધાને ઉદ્ઘાટન પહેલા પ્રગતિ મેદાન પહોંચ્યા અને ત્યાં ડ્રોન ઉડાવીને કન્વેન્શન સેન્ટરનું નામ દેખાડ્યું. સપ્ટેમ્બરમાં ભારતના નેતૃત્વમાં જી-20 નેતાઓની બેઠક મળશે, ત્યારે તેમની યજમાની માટે ભારત સંપૂર્ણપણે તૈયાર છે. IECC ભારત મંડપમના ઉદ્ઘાટના કાર્યક્રમમાં રાજનેતાઓઓથી લઈને ફિલ્મી સિતારાઓ પણ પહોંચ્યા. કાર્યક્રમમાં રાજનાથ સિંહ, નીતિન ગડકરી, પીયૂષ ગોયલ, અભિનેતા આમિર ખાન ઉપસ્થિત રહ્યાં. વડાપ્રધાન મોદીએ દિલ્હીના પ્રગતિ મેદાનમાં IECC કોમ્પ્લેક્સના ઉદ્ઘાટન દરમિયાન સ્મારક ટિકિટ અને સિક્કા પણ બહાર પાડ્યા.