અરવિંદ કેજરીવાલ, સંજય સિંહને માનહાનિના કેસમાં સમન્સ, ગુજરાત યુનિવર્સિટીએ ફરિયાદ કરી


  • Published By :
  • Published Date : 2023-04-16 15:58:55

અમદાવાદની એક કોર્ટે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને AAP નેતા સંજય સિંહને સમન્સ જારી કર્યા છે. આ સમન માનહાનિના કેસમાં જારી કરવામાં આવ્યું છે. વાસ્તવમાં, ગુજરાત યુનિવર્સિટીએ પોતાની ફરિયાદમાં આરોપ લગાવ્યો છે કે કેજરીવાલ અને સંજય સિંહે વડાપ્રધાન મોદીની ડિગ્રીના મુદ્દે યુનિવર્સિટી વિરુદ્ધ અપમાનજનક નિવેદનો કર્યા હતા.


ગુજરાત યુનિવર્સિટીએ ફરિયાદ નોંધાવી  


પોલીસે ગુજરાત યુનિવર્સિટીના રજિસ્ટ્રાર પિયુષ પટેલની ફરિયાદ પરથી આઈપીસીની કલમ 500 હેઠળ ગુનો નોંધ્યો હતો. ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે અરવિંદ કેજરીવાલ અને સંજય સિંહે પ્રેસ કોન્ફરન્સમાં અને ટ્વિટર હેન્ડલ પર યુનિવર્સિટી વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરી હતી. આનાથી પ્રતિષ્ઠિત સંસ્થાની છબીને નુકસાન પહોંચ્યું છે. જેના પર અમદાવાદ કોર્ટના એડિશનલ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ જયેશભાઈ ચોવટિયાએ શનિવારે કેજરીવાલ અને સંજય સિંહને સમન્સ જારી કરીને 23મી મેના રોજ હાજર થવા જણાવ્યું હતું.


કેજરીવાલે લગાવ્યા હતા આરોપ


ફરિયાદીના વકીલે જણાવ્યું હતું કે 'ગુજરાત યુનિવર્સિટીની સ્થાપના 70 વર્ષ પહેલાં થઈ હતી અને લોકોમાં તેની પ્રતિષ્ઠા છે. કેજરીવાલના આ આરોપોએ યુનિવર્સિટીની વિશ્વસનીયતાને નુકસાન પહોંચાડ્યું છે. અત્રે ઉલ્લેખનિય છે કે કેજરીવાલે કહ્યું હતું કે 'જો ડિગ્રી છે અને તે સાચી છે તો તે શા માટે આપી શકાતી નથી?' કેજરીવાલે આરોપ લગાવ્યો હતો કે 'તેઓ ડિગ્રી નથી આપી રહ્યા કારણ કે તે નકલી હોઈ શકે છે'. વડાપ્રધાને દિલ્હી યુનિવર્સિટી અને ગુજરાત યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો છે તો ગુજરાત યુનિવર્સિટીએ એ વાતની ખુશી મનાવવી જોઈએ કે આપણો વિદ્યાર્થી દેશનો વડાપ્રધાન બન્યો છે.


સંજય સિંહે પણ કર્યા હતા આક્ષેપ


આપના નેતા સંજય સિંહે પણ કહ્યું કે 'તેઓ PMની નકલી ડિગ્રીને અસલી બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે'. કોર્ટની પૂછપરછ દરમિયાન ચાર સાક્ષીઓને પણ રજૂ કરવામાં આવ્યા હતા. ગુજરાત યુનિવર્સિટીના વકીલે કહ્યું કે આ નિવેદનોએ એવો સંદેશ આપ્યો છે કે યુનિવર્સિટી નકલી ડિગ્રી બહાર પાડે છે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?