PM નરેન્દ્ર મોદીનો 17 સપ્ટેમ્બરના રોજ જન્મદિવસ છે, આગામી 17 સપ્ટેમ્બરના દિવસે નરેન્દ્ર મોદી 73 વર્ષના થશે. ભાજપના કાર્યકરો દ્વારા નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણીને ખાસ બનાવવાની તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. આ દરમિયાન સુરતના આર્ટિસ્ટ અને ઇન્ટિરિયર ડિઝાઇનર વિપુલભાઈ જેપીવાલાએ હીરાજડીત તસવીર તૈયાર કરી છે. વિપુલભાઈ PM મોદીની 7200 હીરામાંથી બનેલી આ તસવીર તેમના જન્મદિવસ પર ગિફ્ટ આપવા માગે છે.
#WATCH गुजरात: सूरत के एक आर्किटेक्ट इंजीनियर विपुल जेपी वाला ने प्रधानमंत्री का 7,200 हीरे से जड़ित चित्र बनाया है। वे इसे पीएम मोदी के 73वें जन्मदिन पर उन्हें उपहार के रूप में देना चाहते हैं। pic.twitter.com/UrSamv8wty
— ANI_HindiNews (@AHindinews) September 4, 2023
હીરાજડીત તસવીર બનાવતા 3 મહિના લાગ્યા
#WATCH गुजरात: सूरत के एक आर्किटेक्ट इंजीनियर विपुल जेपी वाला ने प्रधानमंत्री का 7,200 हीरे से जड़ित चित्र बनाया है। वे इसे पीएम मोदी के 73वें जन्मदिन पर उन्हें उपहार के रूप में देना चाहते हैं। pic.twitter.com/UrSamv8wty
— ANI_HindiNews (@AHindinews) September 4, 2023વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઈડનના પત્નીને ડાયમંડવાળો ક્રાફ્ટ આપ્યો હતો ત્યારે વિપુલભાઈને PMની આ પ્રકારની તસવીર બનાવવાની ઇચ્છા થઇ હતી. વિપુલભાઈને આ હીરાજડીત તસવીર બનાવવા માટે ત્રણ મહિના જેટલો સમય લાગ્યો છે. જેમાં ચાર પ્રકારના હીરાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જોકે તેમણે આ તસવીર બનાવવા પાછળ કેટલો ખર્ચ થયો તે જણાવ્યું નથી.
અગાઉ પણ રીયલ ગોલ્ડ જરીથી બનાવી હતી PM મોદીની તસવીર
અગાઉ પણ વિપુલભાઈ જેપીવાલાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યકાળને નવ વર્ષ થતાં ખાસ ગોલ્ડ જરીમાં પોર્ટ્રેટ તૈયાર કર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ નવ વર્ષને બિરદાવવા માટે આ ખાસ ગોલ્ડ જરીથી તેમની તસવીર બનાવી હતી. આ તસ્વીરમાં 10 થી 12 ગ્રામ ગોલ્ડ જરી ઉપયોગમાં લેવામાં આવી હતી. તસવીર બનાવવા ખાસ 23.5 કેરેટ ગોલ્ડની જ જરીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.