PM મોદી ગુજરાત આવવા પહેલા મધ્યપ્રદેશથી રાજસ્થાનની સફરમાં કૉંગ્રસ પર કર્યા આકરા પ્રહારો


  • Published By :
  • Published Date : 2023-09-25 22:34:46

દેશમાં ચોમાસુ વિદાઈ લઇ રહ્યું છે, અને કડાકાભડાકા સાથે ચૂંટણીનું આગમન થઇ રહ્યું છે, અને આ ચૂંટણીની મોસમ આજે મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં આવી પહોચી હોવાનું અનુમાન રાજનીતીની અગાહી કરતા તજજ્ઞોએ જણાવી દીધું છે, દિલ્હીમાં રહેતા પ્રધાનમંત્રી આવતીકાલે 26 સપ્ટેમ્બરે ગુજરાત આવવાના છે. તે પહેલા આજે સવારથી PM નરેન્દ્ર મોદીએ રસ્તામાં આવતા મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં કૉંગ્રેસને આડે હાથ લીઘી હતી. 


શું કહ્યું આ બે રાજ્યોની મુલાકાત દરમ્યાન?


આ બે રાજ્યોમાં સભા ગર્જાવી તે પહેલા રવિવારે એમણે દેશમાં 9 જેટલી વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાડી પ્રજાની સેવામાં મૂકી હતી, અને આજે સવારે તેમણે ભોપાલમાં કાર્યકર્તા મહાકુંભમાં ભાજપના કાર્યકર્તાઓને સંબોધતા કૉંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા.   


''મધ્યપ્રદેશમાં BJPને 20 વર્ષ પૂરા થવા જઈ રહ્યા છે એટલે જે  યુવાનો પહેલી વાર વોટ કરશે, તેઓ ભાગ્યશાળી છે. તેમણે કૉંગ્રેસની કુનીતી, કુશાસન, કરપશન વાળી સરકાર નથી જોઈ, આઝાદી બાદ કોંગ્રેસે મધ્યપ્રદેશને બિમારૂ બનાવી દીધું''


''

વિકાસની ગાડી MPના રસ્તાપરથી  ઉતરે નહિ, અટકે નહિ ભટકે નહિ તે જોવાનું છે, રાજસ્થાનમાં કોંગ્રેસે કઈ રીતે બરબાદ કર્યું, મહારાષ્ટ્રને ગઠબંધનમાં લુંટ્યું. આજે પુરી દુનિયા નિવેશ કરે છે, આ સમય MP- ભારતને વિકસિત કરવાનો છે,કોંગ્રેસ જેવી પાર્ટી, હજારો કરોડોનું કૌભાંડ કરતી, તુષ્ટિકરણ કરતી, પરિવાર વાળી પાર્ટીને જો થોડો પણ મોકો મળશે તો ખુબ મોટું નુકસાન થશે'' 


' 'કોંગ્રેસ પાસે ભવિષ્ય માટે વિચાર નથી બચ્યા, વરસાદમાં કટાઈ ગયેલું લોખંડ છે. વિકસિત ભારત સાથે જોડાયેલી તમામ યોજનાનો વિરોધ કરે છે.'' 

''કોંગ્રેસ પહેલા બરબાદ થઇ, પછી બેન્કકર્પટ થઇ અને હવે એવી બની છે જે નારા અને નીતિ આઉટસોર્સ કરાવે છે, અને આનો કોન્ટ્રાકટ અમુક અર્બન નક્સલીઓ પાસે છે''  

આવા નિવેદનોની ચર્ચા હજી ચાલી જ રહી હતી, ત્યાં પ્રધાનમંત્રી રાજસ્થાનમાં પરિવર્તન સંકલ્પ મહાસભામાં પહોંચ્યા. જ્યાં તેમણે ફરી કૉંગ્રેસના શાસન પર સવાલ ઉઠાવ્યા અને ચૂંટણીનો પ્રારંભ થઈ ચુક્યો છે તેની યાદ અપાવી.

અહીં નવા કારખાનાઓ લાગે, ફેક્ટરી લાગે, એ ખુબ જૂરૂરી છે, પણ જ્યાં પગલે પગલે કરપશન  હોય, સરકાર કટ અને કમિશનમાં વ્યસ્ત હોય. ત્યાં કોણ પૈસા લગાવે, જ્યાં સરેઆમ ગાળું કાપવાની ઘટના બને અને સરકાર મજબૂર હોય તેવા વાતાવરણમાં નિવેશ કઈ રીતે થાય? પણ આ સાધારણ અપરાધ નથી આ કોંગ્રેસની તુષ્ટિકરણની નીતિ છે, આંતકીઓને ખુલ્લી છૂટ આપે ત્યારે કાનૂનનો ડર કઈ રીતે રહે?

' 'જે કૉંગ્રેસીઓ મહિલા આરક્ષણની વાતો કરે છે, આ કામ તેઓ 30 વર્ષ પહેલા કરી શક્યા હોત, પણ કોંગ્રેસીઓ ક્યારેય નહોતા માંગતા કે મહિલાઓને 33% આરક્ષણ મળે, અને આજે પણ તેઓ સમર્થનમાં આવ્યા છે તે મનથી નથી આવ્યા પણ મહિલાઓના દબાવને કારણે આવ્યા છે, અને એટલે આ તમામ મહિલાઓએ યાદ રાખવાનું છે કે કોંગ્રસ અને તેમના સાથીઓ મહિલા આરક્ષણના ઘોર વિરોધી છે, અને આ ફેંસલાને પણ ભટકવાની કોશિશમાં છે, અને રાજસ્થાનના એન દેશની બહેનોએ ખુબ સતર્ક રહેવાની જરૂર છે''

આજે PMમાંથી BJP કાર્યકર્તાના અંદાજમાં જોવા મળ્યા


આજે જે પ્રકારના નિવેદનો આવ્યા તે સાંભળી લોકો એટલું તો જાણી જ ગયા કે પ્રધાનમંત્રીજી હવે BJP કાર્યકર્તા બની બન્ને રાજ્યમાં જે વિધાનસભાની ચૂંટણીઓ આવી રહી છે તેમાં BJPએ પોતાનું સૌથી મોટુ પત્તુ ઉતારી દીધું છે, આ પહેલા જે ચૂંટણીઓ થઇ હતી તેમાં બહુમતી કોંગ્રેસ પાયે જ હતી, અને રાજસ્થાનમાં અત્યારે કોંગ્રેસની સરકાર છે તો બીજી તરફ શિવરાજસિંહ ચૌહાણ ઘણા વર્ષથી BJP તરફથી મુખ્યમંત્રી બની મધ્યપ્રદેશમાં શાસન કરી રહ્યા છે. હજી તો આ શરૂઆત થઇ છે, ઘણી બધી યોજનાઓ અને નિવેદનો પ્રજાના ભાગે આવવાના બાકી છે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?