આગામી સમયમાં રાજસ્થાનમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. ચૂંટણીને ધ્યાનમાં રાખી રાજકીય પાર્ટીઓ દ્વારા ચૂંટણી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. પીએમ મોદી પોતે ચૂંટણી પ્રચાર કરવા મેદાનમાં આવ્યા છે. અલગ અલગ વાતોને ધ્યાનમાં રાખી ચૂંટણી લડાતી હોય છે ત્યારે રાજસ્થાનમાં મુખ્ય મુદ્દો જાણે પેપર લીકનો બની ગયો હોય તેવું લાગે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ રાજસ્થાનના પ્રવાસે છે. જનસંબોધન દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે "પેપર લીક કરનારાને પાતાળથી પણ શોધી લાવીશું" આની પહેલા પણ જ્યારે પીએમ મોદી રાજસ્થાન ગયા હતા ત્યારે તેમણે તે વખતે પણ પેપર લીકનો મુદ્દો ઉઠાવ્યો હતો.
રાજસ્થાનના યુવાનોને પીએમ મોદીએ આપી ગેરંટી!
2024માં લોકસભા ચૂંટણી યોજાવાની છે. રાજકીય પાર્ટીઓ દ્વારા ચૂંટણી પ્રચારનો પ્રારંભ શરૂ થઈ ગયો છે. રાજસ્થાનમાં પીએમ મોદી ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે જેમાં રાજસ્થાનની કોંગ્રેસ સરકાર પર તેઓ આક્રામક બન્યા છે. અલગ અલગ મુદ્દાઓને લઈ ગેહલોત સરકાર પર પ્રહાર કર્યા છે. આની પહેલા જ્યારે રાજસ્થાનના પ્રવાસે પીએમ મોદી ગયા હતા ત્યારે તેમણે પેપર લીકને લઈ સરકાર પર નિશાન સાધ્યું હતું. પેપર લીક કરનાર માટે તેમણે કડક સંદેશો આપ્યો હોય તેવું લાગે છે. આજે ચિત્તૌડગઢમાં પીએમ મોદી જનસભાને સંબોધી રહ્યા હતા. પોતાના સંબોધનમાં તેમણે કહ્યું કે "પેપર લીક કરનારાને પાતાળથી પણ શોધી લાવીશું". રાજસ્થાનના યુવાનોને તેમણે ગેરંટી આપી છે.