પ્રધાનમંત્રી મોદીએ આજે બુધવારે લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ પર ચર્ચાનો જવાબ આપતા વિપક્ષ પર જોરદાર શાબ્દિક હુમલા કર્યા હતા. તેમણે રાહુલ ગાધીનું નામ લીધા વિના કહ્યું કે કેટલાક લોકોના ભાષણ પર તેમના સમર્થક કુદાકુદ કરી રહ્યા હતા અને તેમને રાત્રે ઉંઘ પર સારી આવી હશે. જો કે પીએમ મોદીના સમગ્ર ભાષણમાં સૌથી વધુ ચર્ચા તેમના કાશ્મીરમાં આતંકની સમસ્યા મુદ્દે થઈ રહી છે. પીએમ મોદીએ તેમની કાશ્મીર તિરંગા યાત્રાને યાદ કરી હતી. તેમણે કહ્યું કે જ્યારે મેં કાશ્મીરમાં શ્રીનગરના લાલચોક પર તિરંગો લહેરાવવાના સંકલ્પ સાથે કાશ્મીર યાત્રાનો પ્રારંભ કર્યો તે વખતે આતંકવાદીઓએ પોસ્ટરો લગાવ્યા હતા. આ પોસ્ટરો પર લખ્યું હતું કે કોણે પોતાની માતાનું દુધ પીધું છે કે લાલચોક પર આવી તિરંગો ફરકાવવા માગે છે.
PM Shri @narendramodi's reply to Motion of Thanks on President's address in Lok Sabha. https://t.co/mdCkrrHIvg
— BJP (@BJP4India) February 8, 2023
મોદીએ આતંકવાદીઓને પડકાર્યા
PM Shri @narendramodi's reply to Motion of Thanks on President's address in Lok Sabha. https://t.co/mdCkrrHIvg
— BJP (@BJP4India) February 8, 2023પીએમ મોદીએ કહ્યું કે 24 જાન્યુઆરીનો તે દિવસ હતો જ્યારે મેં કહ્યું હતું કે આતંકવાદીઓ કાન ખોલીને સાંભળી લો, 26 જાન્યુઆરીના દિવસે બરાબર 11 વાગ્યે હું કોઈ પણ પ્રકારની સિક્યુરીટી કે બુલેટ પ્રુફ જેકેટ પહેર્યા વગર લાલ ચોક પર આવીશ અને લાલ ચોક પર તિરંગો ફરકાવીશ અને મે તિરંગો ફરકાવ્યો પણ હતો. ત્યાર બાદ મીડિયાના લોકો આ અંગે મને પુછવા લાગ્યા તો મે કહ્યું હતું કે 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરીએ જ્યારે સમગ્ર દેશમાં તિરંગો લહેરાવવામા આવે છે ત્યારે ભારતમાં દારૂગોળાથી સલામી આપવામાં આવે છે, જ્યારે આજે તો દુશ્મન દેશના દારૂગોળા પણ સલામી આપી રહ્યા છે. પીએમ મોદીએ કાશ્મીરની સ્થિતી અંગ કહ્યું કે જમ્મુ અને કાશ્મીરને લઈને કેટલાક લોકો કહીં રહ્યા હતા કે અહીં તિરંગો ફરકાવવાથી શાંતિ ડહોળાવાનો ખતરો છે. ત્યારે કાશ્મીરમાં તેમને તિરંગો લહેરાવવાથી પણ ડર લાગતો હતો.
કાશ્મીરમાં આજે સેંકડો લોકો ફરી શકે છે
પીએમ મોદીએ વિપક્ષ પર પ્રહાર કરતાં કહ્યું કે, 'આજે જે શાંતિ આવી છે, તમે આજે શાંતિથી ત્યાં જઈ શકો છો, સેંકડોની ભીડમાં જઈ શકો છો, આ માહોલ અને પર્યટનની દુનિયામાં અનેક દશકો બાદ જમ્મૂ કાશ્મીરે રેકોર્ડ તોડ્યાં છે. આજે જમ્મૂ-કાશ્મીરમાં લોકતંત્રનો ઉત્સવ મનાવવામાં આવે છે. આજે જમ્મૂ-કાશ્મીરમાં 'હર ઘર તિરંગા'નો સફળ કાર્યક્રમ થઈ રહ્યો છે.' શ્રીનગરમાં થિયેટરો હાઉસફુલ ચાલી રહ્યા છે અને આતંકવાદીઓ દુર-દુર સુધી જોવા પણ મળતા નથી.