ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ ભાજપના સ્ટાર પ્રચારક પીએમ નરેન્દ્ર મોદી જોરશોરથી પાર્ટી માટે પ્રચાર કરી રહ્યા છે. વડાપ્રધાન મોદીએ આજે સૌરાષ્ટ્રના મતદારોને રીઝવવા માટે જામકંડોરણામાં ચૂંટણી રેલીને સંબોધી હતી. જો કે તે પહેલા તેમણે જાણીતા સંત કરસનદાસ બાપુ સાથે મુલાકાત કરી હતી.
'સંત અને સેવક'ની મુલાકાત...
માનનીય પ્રધાનમંત્રી શ્રી @narendramodi એ પરબધામના પૂજ્ય કરસનદાસ બાપુ સાથે લાગણીસભર મુલાકાત કરી. pic.twitter.com/8o883NIU5w
— BJP Gujarat (@BJP4Gujarat) October 11, 2022
PM મોદીની કરસનદાસ બાપુ સાથે મુલાકાત
'સંત અને સેવક'ની મુલાકાત...
માનનીય પ્રધાનમંત્રી શ્રી @narendramodi એ પરબધામના પૂજ્ય કરસનદાસ બાપુ સાથે લાગણીસભર મુલાકાત કરી. pic.twitter.com/8o883NIU5w
આજે મંગળવારે PM મોદીએ કરસનદાસ બાપુ સાથે પણ મુલાકાત કરી હતી. પીએમએ પરબધામના પૂજ્ય કરસનદાસ બાપુ સાથે લાગણીસભર મુલાકાત કરી હતી. કરસનદાસ બાપુ ભેંસાણમાં પરબ ધામના સંત છે. PMની કરસનદાસ બાપુ સાથે ભાવુક મુલાકાતની તસવીરો સામે આવી છે. ગુજરાત ભાજપ દ્વારા પીએમ મોદી અને કરસનદાસ બાપુની મુલાકાતની તસવીરો શેર કરવામાં આવી છે. પીએમ મોદીએ જનમેદની સંબોધતા કહ્યુ હતુ કે, મે આજે કરસનદાસ બાપુના આશીર્વાદ લીધા છે.