દેશમાં તેમજ વિશ્વમાં ફરી એક વખત કોરોના કેસોમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. ચીન, જાપાન સહિતના દેશોમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. ભારતમાં પણ આવનાર સમયમાં કોરોના કેસમાં વધારો થઈ શકે છે. ત્યારે કોરોના બેકાબૂ બને તે પહેલા ભારત સતર્ક થયું છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ કોરોનાને લઈ બેઠક યોજી હતી. જેમાં તેમણે કહ્યું હતું કે કોરોના હજી ગયો નથી. વધતા કોરોના કેસને લઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સમીક્ષા બેઠક કરવાના છે. આ સિવાય દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ સિંદે, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ બેઠક કરવાના છે.
બપોરે પીએમ કરવાના છે સમીક્ષા બેઠક
ચીનમાં, જાપાનમાં કોરોના કેસમાં ઉછાળો નોંધાઈ રહ્યો છે. લાખો લોકો કોરોના સંક્રમિત થઈ રહ્યા છે. કોરોનાને લઈ લોકોની ચિંતામાં વધારો થઈ રહ્યો છે. ભારતમાં પણ કોરોનાને લઈ લોકો સંક્રમિત થઈ રહ્યા છે. દેશમાં કોરોના સંક્રમણ ન વધે તે માટે ભારત સરકાર સર્તક થઈ ગઈ છે. બુધવારે મનસુખ માંડવિયાએ બેઠક કરી હતી. બેઠકમાં દેશમાં હાલ કોરોનાની સ્થિતિ અંગે સમીક્ષા કરવામાં આવી હતી, ત્યારે આજે વડાપ્રધાન મોદી વધતા કોરોના કેસને લઈ બપોરના સમયે સમીક્ષા બેઠક યોજવાના છે.