વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે સંસદની કેન્ટીનમાં વિવિધ પક્ષોના સાંસદો સાથે લંચ લીધું હતું. સમાચાર એજન્સી ANI દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, આ સાંસદોની સંખ્યા 8 હતી. PM નરેન્દ્ર મોદીએ પોતે જ આ સાંસદોને લંચ માટે આમંત્રણ આપ્યું હતું. પીએમ નરેન્દ્ર મોદી સાથે લંચ લેનારા સાંસદોમાં BJPના હીના ગાવિત, એસ. ફાંગનોન કોન્યાક, જામયાંગ ત્સેરિંગ નામગ્યાલ, એલ. મુરુગન, TDPના સાંસદ રામમોહન નાયડુ, BSPના સાંસદ રિતેશ પાંડે અને BJD સાંસદ સસ્મિત પાત્રાનો સમાવેશ થાય છે.
Delhi | Prime Minister Narendra Modi had lunch with MPs at Parliament Canteen today. pic.twitter.com/98F0IAa3dt
— ANI (@ANI) February 9, 2024
PM મોદીએ શું ભોજન લીધું?
Delhi | Prime Minister Narendra Modi had lunch with MPs at Parliament Canteen today. pic.twitter.com/98F0IAa3dt
— ANI (@ANI) February 9, 2024મળતી જાણકારી મુજબ, PM મોદીએ 8 સાંસદોને અનૌપચારિક લંચ માટે બપોરે 2.30 વાગ્યા ફોન કર્યો હતો. સૂત્રોએ જણાવ્યું છે કે, પીએમ મોદી અને સાંસદોએ કેન્ટીનમાં શાકાહારી ભોજન અને રાગીના લાડવા ખાધા હતા. ભોજન દરમ્યાન પાસ્તા, ખિચડી, દાળ, ભાત, શાક, રાયતા, પાપડ અને સલાડ હતા. તમામના ખાવાનું બિલ પીએમ મોદીએ આપ્યું હતું. પીએમ આ બધા સાથે લગભગ 45 મિનિટમાં કેન્ટીનમાં રહ્યા હતા.
PM મોદી સાથે શું ચર્ચા થઈ?
PM મોદીએ સાંસદો હળવા અંદાજમાં કહ્યું કે, આજે આપ સૌને સજા આપવા જઈ રહ્યો છું. મારી સાથે આવો, બાદમાં પીએમ મોદી બધાને કેન્ટીનમાં લઈ ગયા, જ્યાં પીએમના અનુભવો વિશે હળવી વાતો થઈ. સાંસદોએ પીએમ મોદીને સવાલ પૂછ્યા. રાજનીતિ પર કેટલીય નવી વાતો થઈ. પીએમ મોદીની લાઈફસ્ટાઈલ, ક્યારે ઉઠે છે, ક્યારે સુવે છે વગેરે સવાલો સાંસદોએ પૂછ્યા હતા. પીએમ મોદીએ કહ્યું કે, તેઓ રાતમાં ફક્ત સાડા ત્રણ કલાક જ સુવે છે અને સૂર્યાસ્ત બાદ કંઈ ખાતા નથી. PM મોદીએ ભોજન દરમ્યાન વ્હાઈટ પેપરના મુદ્દા પર પણ વાત કરી. પીએમ મોદીએ કહ્યું કે, વ્હાઈટ પેપર લાવવા પાછળનું કારણ જ્યારે મને લાગ્યું કે, આ રીતનું કરપ્શન થયું છે. યૂપીએ સરકારમાં તો હું પહેલા કેટલાય વર્ષોથી સુધી ચૂપ રહ્યો. બાદમાં મને લાગ્યું કે દેશનું આટલું નુકસાન થયું. લોકોના પૈસાની લૂંટ અને બરબાદી થઈ છે. ત્યારે અમે વિચાર્યું કે, દેશના લોકોની સામે આવવું જોઈએ. બાદમાં અમે નક્કી કર્યું કે, એક વ્હાઈટ પેપર લાવવું જોઈએ.