PM મોદીએ 27 એકરમાં બનેલા અબુધાબીના પહેલા હિન્દુ મંદિરનું કર્યું ઉદ્ઘાટન, જાણો તેની વિશેષતા વિશે


  • Published By :
  • Published Date : 2024-02-14 21:02:48

સંયુક્ત આરબ અમીરાત (UAE)ની રાજધાની અબુ ધાબીમાં હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન PM મોદીના હસ્તે પૂર્ણ થયું છે. આ મંદિરના ઉદ્ઘાટનમાં પીએમ નરેન્દ્ર મોદી પહોંચ્યા હતા. આ મંદિર પશ્ચિમ એશિયામાં કદમાં સૌથી મોટું છે. આ મંદિરમાં સાત શિખરો છે જે સાત અમીરાતનું પ્રતિનિધિત્વ કરે છે. મંદિરમાં ગલ્ફ કન્ટ્રીને ધ્યાનમાં રાખીને પથ્થરો પર ઊંટ અને રાષ્ટ્રીય પક્ષી ગરુડની કોતરણી પણ કરવામાં આવી છે. દુબઈ-અબુધાબી શેખ ઝાયેદ હાઈવે પર અલ રહેબા પાસે બોચાસણ નિવાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા (BAPS) દ્વારા બાંધવામાં આવેલ આ હિન્દુ મંદિર લગભગ 27 એકર જમીનમાં બનેલ છે. આ મંદિરું નિર્માણ રાજસ્થાનના ગુલાબ બલુઆ પથ્થરથી બનાવ્યું છે. આ મંદિર 27 એકરમાં બનેલું છે અને તેની ઉંચાઈ 108 ફુટની છે. આ મંદિર વાસ્તુશિલ્પ અને પોતાની ભવ્યતાથી આખી દુનિયાને આકર્ષિત કરી રહ્યાં છે. આ મંદિરને બનાવવામાં 700 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે.


PM નરેન્દ્ર મોદીનું કરાયું ભવ્ય સ્વાગત 


PM નરેન્દ્ર મોદીનું આબુધાબી મંદિર પરિસરમાં ઢોલ નગારાના તાલ સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ભારતીય સંસ્કૃતિને રજૂ કરતા લોકોએ તત્વના વારંવારિક વસ્ત્રો ધારણ કરી સ્લોગન સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું જય શ્રીરામના નારા સાથે સ્વાગત કર્યું હતું. પીએમ નરેન્દ્ર મોદી કારમાંથી ઉતરતાની સાથે જ બ્રહ્મવિહારી સ્વામીને ભેટી પડ્યા હતા અને તેમની પીઠ થાબડી હતી. આ પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આગળ વધતા વલ્લભ હાર્મનીની મુલાકાત પણ લીધી હતી અને ત્યાં અલગ અલગ ધર્મના વડા સાથે ફોટો પણ પડાવ્યા હતા.


શું છે આ ભવ્ય મંદિર છે વિશેષતાઓ?


27 એકરમાં ફેલાયેલું આ સ્વામિનારાયણ મંદિર નાગર શૈલીમાં બનાવવામાં આવ્યું છે. આ મંદિર 13.5 એકરમાં બનેલું છે. 13.5 એકરમાં પાર્કિંગ બનાવવામાં આવ્યું છે. પાર્કિંગમાં 14 હજાર કાર અને 50 બસો પાર્ક કરી શકાય છે.આ મંદિરમાં 7 શિખર અને 5 ગુંબજ છે. મંદિરની લંબાઈ 262 ફૂટ, પહોળાઈ 180 ફૂટ અને ઊંચાઈ 108 ફૂટ છે. મંદિરના નિર્માણ પાછળ 700 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. આ મંદિરના નિર્માણમાં 50 હજાર ઘનફૂટ ઈટાલિયન માર્બલ, 18 લાખ ઘનફૂટ ભારતીય સેન્ડ સ્ટોન અને 18 લાખ પથ્થરની ઈંટોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. મંદિરના નિર્માણમાં લોખંડ કે સ્ટીલનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. આ કારણે તે હજારો વર્ષો સુધી આવું જ રહેશે. માત્ર ચૂનાના પથ્થર અને આરસનો ઉપયોગ કરવામાં આવ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે મંદિરના નિર્માણ માટે 700 કન્ટેનરમાં 20,000 ટનથી વધુ પત્થરો અને માર્બલ અબુધાબી લાવવામાં આવ્યા હતા. મંદિરની દિવાલો પર ઘોડા અને ઊંટ જેવા પ્રાણીઓ કોતરવામાં આવ્યા છે જે યુએઈનું પ્રતિનિધિત્વ કરે છે. ભગવાન સ્વામિનારાયણના મંદિરની દિવાલો પર હિન્દુ ધર્મ અને વિશ્વની અન્ય તમામ સંસ્કૃતિઓ અને સભ્યતાઓની 250 થી વધુ વાર્તાઓ કોતરવામાં આવી છે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?