આજે એક એવા દેશની વાત કરવી છે , જ્યાં આપણા બૉલીવુડની ઘણી મોટા બજેટની ફિલ્મો શૂટ થઇ છે . જેમ કે , મેગાસ્ટાર અમિતાભ બચ્ચનની અગ્નિપથ ,શાહરુખ ખાનની બાજીગર વગેરે . આ દેશની કુલ વસ્તીના ૭૦ ટકા લોકો ભારતીય મૂળના છે . હિન્દ મહાસાગરના આ નાનકડા દેશને કુદરતે ખુબ સુંદરતા બક્ષી છે . આ નાનકડો ટાપુ દેશ એટલે , મોરિશિયસ . વડાપ્રધાન નરેન્દ્ર મોદી મોરિશિયસના બે દિવસના પ્રવાસે છે . તો આવો જાણીએ આ અનોખા દેશ મોરિશિયસ વિશે .
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૨૦૧૫ પછી આ બીજી વખત મોરિશિયસના પ્રવાસે છે . આ વખતે પીએમ મોદી મોરિશિયસના નેશનલ દિવસના મુખ્ય મેહમાન છે .
મોરિશિયસ સાથે મહાત્મા ગાંધીનો પણ એક મહત્વનો સબંધ છે . ૧૯૦૧માં જયારે મહાત્મા ગાંધી સાઉથ આફ્રિકાથી ભારત પાછા ફરી રહ્યા હતા ત્યારે , તેઓ ખુબ ઓછા સમય માટે મોરિશિયસમાં રોકાયા હતા . તે સમયે મહાત્મા ગાંધીએ ત્યાં ૩ ખુબ મહત્વના સંદેશા આપ્યા હતા .
૧) શિક્ષણનું મહત્વ
૨) રાજકીય રીતે સશક્તિકરણ
૩) ભારત સાથે જોડાયેલા રહો
મહાત્મા ગાંધીને સલામ આપવાના ભાગ રૂપે , દર વર્ષે ૧૨ માર્ચના રોજ મોરિશિયસનો નેશનલ દિવસ ઉજવાય છે કેમ કે તે દિવસના રોજ ગાંધીજીએ ૧૯૩૦ના વર્ષમાં દાંડી યાત્રા શરુ કરી હતી .
હવે આ દેશની થોડી માહિતી જોઈએ .
હિન્દ મહાસાગરમાં આ દેશ આફ્રિકા ખંડના મડાગાસ્કરની નજીકમા છે . પોર્ટ લુઈસ તેની રાજધાની છે . ૧૯૬૮માં તેને આઝાદી મળી . મોરિશિયસ ૨,૦૪૦ સ્કવેર કિલોમીટરમાં ફેલાયેલો દેશ છે . વાત કરીએ તેની ભૂગોળની તો મુખ્ય ટાપુ સહીત તેની પાસે બીજા ત્રણ ટાપુ છે ,જેમના નામ છે રોડ્રિગ્સ, અગાલેગા અને સેન્ટ બ્રાન્ડન.
અગાઉ જેમ વાત કરી તેમ , આ દેશની કુલ વસ્તીના ૭૦ ટકા લોકો ભારતીય મૂળના છે .
મોરિશિયસ પર બ્રિટિશરોનો કબ્જો આવ્યો તે પેહલા તેની પર ફ્રેન્ચ લોકોનું રાજ હતું . જેવું જ બ્રિટિશરોનું રાજ આવ્યું ત્યારબાદ ૧૮૩૪ થી લઇને ૧૯૦૦ ના વર્ષ સુધી મોટા પાયે ભારતીય મૂળના "વેઠિયા મજૂરો" મોરિશિયસમાં સ્થાયી થયા . માટે આજે પણ મોરિશિયસની વસ્તીમાં ભારતીય લોકો ખુબ વધારે છે .
વાત કરીએ મોરિશિયસના અર્થતંત્રની તો , તે મુખ્યત્વે ખેતી અને પ્રવાસન ઉદ્યોગ પર આધારિત છે . ખેતીમાં મોરિશિયસ ખાંડનું ખુબ મોટા પ્રમાણમાં ઉત્પાદન કરે છે . ભારતમાં જે પણ FDI એટલેકે (સીધું વિદેશી મૂડીરોકાણ ) આવે છે તેમાં મોરિશિયસ પ્રથમ સ્થાને છે . ભારતનું રૂપે કાર્ડ અને UPI એટલેકે (યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ) મોરિશિયસમાં બધા જ ATM અને POS (પોઇન્ટ ઓફ સેલ ) મશીન પર કાર્યરત છે.
૨૦૨૫ના વર્ષ મુજબ મોરિશિયસની કુલ વસ્તી ૧૨ લાખ છે .
વાત કરીએ મોરિશિયસની રાજનીતિની તો , ૧૯૪૭ પછી ભારતે તેની આઝાદીની લડાઈને સમર્થન કરેલું છે .
મોરિશિયસ ભારતની જેમ જ સંસદીય લોકશાહીનું પાલન કરે છે .
મોરેશિયસ પર મુખ્યત્વે બે રાજકીય પરિવારો, રામગુલામ અને જુગ્નૌથ પરિવારનો દબદબો રહ્યો છે. ગયા વર્ષે ચૂંટણી જીતનાર નવીન રામગુલામ અગાઉ બે વાર (૧૯૯૫ થી ૨૦૦૦ અને ૨૦૦૫ થી ૨૦૧૪ સુધી) મોરેશિયસના વડા પ્રધાન પદે રહી ચૂક્યા છે.
ભારત માટે મુખ્ય ચિંતા એ ચાઈનાનો મોરિશિયસમાં વધી રહેલો પ્રભાવ છે . કેમ કે ચાઈનાએ મોરિશિયસની સુપ્રીમ કોર્ટના નિર્માણ પાછળ પૈસા આપેલ છે ઉપરાંત ત્યાં આંતરમાળખાના વિકાસ પાછળ પણ ઘણું મૂડીરોકાણ ચાઈના દ્વારા કરવામાં આવેલ છે .
તો આ દ્રષ્ટિએ પીએમ મોદીની આ મોરિશિયસ મુલાકાત ભારત માટે ખુબ મહત્વની રેહવાની છે .
તમારું મોરિશિયસને લઇને શું મંતવ્ય છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવજો .
જો તમે અમને યૂટ્યૂબ પર જોઇ રહ્યા હોય તો સબ્સ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા હોવ તો ફોલો કરો નમસ્કાર.