વડાપ્રધાન નરેન્દ્ર મોદી 5 ઓક્ટોબરથી હિમાચલ પ્રદેશના ચૂંટણી પ્રવાસ પર જશે. પીએમ મોદી તેમના એક દિવસના પ્રવાસ દરમિયાન વિલાસપુર એમ્સ કેમ્પસનું ઉદઘાટન કરશે. તે ઉપરાંત એક જનસભાને પણ સંબોધશે અને કુલ્લુ દશેરામાં પણ ભાગ લેશે.
પત્રકારો માટે કેરેક્ટર સર્ટિ અનિવાર્ય
પીએમ મોદીના ચૂંટણી પ્રવાસ પહેલા એક વિવાદ પણ સર્જાયો છે. જિલ્લા વહીવટી તંત્રએ વડાપ્રધાન મોદીના પ્રવાસને કવર કરવા માગતા પત્રકાર માટે કેરેક્ટર સર્ટીફિકેટ ફરજિયાત બનાવી દીધુ છે. જોવાની બાબત તો એ છે કે આ સર્ટી ફક્ત પ્રિન્ટ, ડિઝિટલ કે ટીવી પત્રકારો માટે જ નહીં પણ ઓલ ઈન્ડિયા રેડિયો અને દુરદર્શન સહિત સરકારી મીડિયા પ્રતિનિધિઓ માટે પણ અનિવાર્ય છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સહિતના વિરોધ પક્ષે સરકારના આ નિર્ણયને પ્રેસની આઝાદીની વિરૂધ્ધ ગણાવ્યું છે.