થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસ્થાને મળેલી આ મિટિન્ગમાં યમુનાને ચોખ્ખી કરવા અને નવીનીકરણ કરવા માટે જે એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે તેનો રીવ્યુ લેવામાં આવ્યો છે . યમુનાને ચોખ્ખી કરવાનો એક્શન પ્લાન ત્રણ પ્રકારની પ્રવૃત્તિ ધરાવે છે.
૧) ટૂંકાગાળાની પ્રવૃત્તિ ( ૩ મહિના)
૨) મધ્યમગાળાની પ્રવૃત્તિ (૩ મહિનાથી ૧.૫ વર્ષ )
૩) લાંબાગાળાની પ્રવૃત્તિ (૧.૫ વર્ષ થી ૩ વર્ષ )
આ તમામ પ્રવૃત્તિઓમાં ડ્રેઇન મેનેજમેન્ટ , સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ , સીવેજ મેનેજમેન્ટ , સેપ્ટજ અને ડેરી વેસ્ટ મેનેજમેન્ટ , ઇન્ડસ્ટ્રીઅલ વેસ્ટ મેનેજમેન્ટ સાથે જ વેસ્ટ વોટર ટ્રિટમન્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને મોનીટરીંગમાં જે અંતર આવે છે તેને ભરવા માટે , યમુના નદીના પ્રવાહમાં સુધારો કરવો , પૂરથી સુરક્ષા , રીવર ફ્રન્ટના વિકાસ અને જનતા સાથે ચર્ચા આ તમામ પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. સાથે જ આ બધી જ પ્રવૃત્તિઓ ચોક્કસ ટાઈમમાં પુરી કરવી . તાત્કાલિક ધોરણે દિલ્હીની ડ્રિન્કીંગ વોટરની વ્યવસ્થામાં જે પણ ગાબડા હશે તેને સુધારવામાં આવશે. સાથે જ દિલ્હી હવે એક અર્બન રીવર મેનેજમેન્ટ પ્લાન બનાવશે જેમાં વોટર મેનેજમેન્ટને શહેરના માસ્ટર પ્લાન સાથે જોડવામાં આવશે.
આ આખી મિટિંગમાં યમુનાની ત્રણ મુખ્ય ધારાઓ જેમ કે હરિયાણામાં વહેતી ધારા , રાજધાની દિલ્હીમાં વહેતી ધારા અને દિલ્હીથી પ્રયાગરાજ એટલેકે સંગમ સુધી વહેતી ધારા પર ચર્ચા કરવામાં આવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વેસ્ટવોટર ટ્રિટમન્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને વહીવટની કેટલીક ખામીઓ કે જે યમુના નદીના પાણીની ગુણવત્તાને અસર પહોંચાડે છે તેનાથી માહિતગાર કરવામાં આવ્યા હતા . વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ મિટિંગમાં કહ્યું હતું કે લોકોનો જે છટ્ઠ પૂજા ઉજવવાનો જે અનુભવ છે તેમાં સુધાર આવવો જોઈએ. સાથે જ યમુનાના કાંઠે રહેનારા લોકો સાથે નદીનું જોડાણ મહત્વનું છે . જેનાથી લોકોમાં નદી પ્રત્યે માન વધે. આ બધા જ માટે એક જન ભાગીદારી આંદોલનની આવશ્યકતા છે જેમાં સ્વયંસેવકો નદીને ચોખ્ખી કરવા તૈયાર થાય અને નદી કાંઠે મોટા કાર્યક્રમ યોજાય. દિલ્હીમાં વહેતી યમુનાની સાથે , આપણે સંસ્કૃતિથી સમૃદ્ધ એવા બ્રજ પ્રદેશ પર પણ ભાર મુકીશું . તે માટે બ્રજ યાત્રાને જન ભાગીદારી આંદોલનનો ભાગ બનાવવામાં આવશે . આ મિટિંગમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક સલાહ એ પણ આપી છે કે , સૌથી શ્રેષ્ઠ ઉપલબ્ધ ટેક્નોલોજીનો ઉપયોગ નદીના પાણીમાં જે ગટરનું પાણી જઈ રહ્યું છે સાથે જ સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનો માઇક્રો લેવલ રિયલ ટાઈમ ડેટા માપવા કરવો જોઈએ. આ ડેટાના આધારે પલ્યુશન અબેટમેન્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું ઇમ્પ્લિમેન્ટેશન થવું જોઈએ. આ ડેટાનો ઉપયોગ આંતરમાળખાના વહીવટને સુધારવામાં પણ કરવો જોઈએ. વધારામાં પીએમ નરેન્દ્ર મોદીએ સ્પેસ ટેક્નોલોજીનો ઉપયોગ કરવાની સલાહ આપી છે.