PM Modiએ દેશને આપી પ્રથમ રેપિડ ટ્રેનની ભેટ, બાળકો સાથે કરી મુસાફરી, Namo Bharat ટ્રેનના નામને કારણે શરૂ થઈ રાજનીતિ!


  • Published By :
  • Published Date : 2023-10-20 16:35:23

થોડા સમય પહેલા ભારતને વંદે ભારત ટ્રેનોની ભેટ મળી હતી. અનેક વંદે ભારત ટ્રેનનો ભારતના વિવિધ રાજ્યોમાં દોડે છે. ત્યારે દેશને પહેલી નમો ભારત ટ્રેનની સોગાદ પીએમ મોદીએ આપી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુક્રવારે સાહિબાબાદમાં પહેલી રેપીડ ટ્રેન કોલિડોરનું ઉદ્ધાટન કર્યું છે. નમો ભારત ટ્રેનને પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી છે. આ ટ્રેન દિલ્હી-ગાઝિયાબાદ મેરઠ આરઆરટીએસ કોરિડોર વચ્ચે દોડશે.  આરઆરટીએસ એટલે રીઝનલ રૈપિડ ટ્રાંજિટ સિસ્ટમ થાય છે. વંદે ભારત ટ્રેન નામની ક્ષેણીમાં આ ટ્રેનને નમો ભારત નામ આપવામાં આવ્યું છે. 

નમો ટ્રેનમાં પીએમ મોદીએ બાળકો સાથે કરી મુસાફરી 

20 ઓક્ટોબરના રોજ પીએમ મોદીએ દેશને નવી ટ્રેન ભેટમાં આપી છે. 160 કિલોમીટરની ઝડપે આ ટ્રેન દોડવાની છે 17 કિલોમીટરનું અંતર કાપશે. આ કોરિડોરની લંબાઈ 82 કિમી છે, જેમાંથી 14 કિમી દિલ્હીમાં છે જ્યારે 68 કિલોમીટર ઉત્તરપ્રદેશમાં છે. આ ટ્રેનને લીલીઝંડી બતાવ્યા બાદ પીએમ મોદીએ ટ્રેનમાં મુસાફરી કરી હતી. નવી ટ્રેનમાં પીએમ મોદીએ અંદાજીત 34 કિલોમીટરની યાત્રા કરી હતી. સામાન્ય માણસો માટે આ ટ્રેન આવતી કાલથી ખોલવામાં આવશે, મતલબ આવતી કાલથી સામાન્ય માણસ આ ટ્રેનમાં મુસાફરી કરી શકશે. પીએમ મોદીએ બાળકો અને ક્રૂ મેમ્બર્સ સાથે ટ્રેનમાં મુસાફરી દરમિયાન વાતચીત કરી હતી.  


પીએમ મોદીએ અનેક વાતોનો કર્યો ઉલ્લેખ 

પોતાના સંબોધનમાં પીએમ મોદીએ અનેક વાતોનો ઉલ્લેખ કર્યો હતો. પીએમ મોદીએ કહ્યું કે "આજે સમગ્ર દેશ માટે ઐતિહાસિક ક્ષણ છે. આજે ભારતની પ્રથમ ઝડપી રેલ સેવા "નમો ભારત" ટ્રેન શરૂ થઈ છે. લગભગ 4 વર્ષ પહેલા મેં દિલ્હી, ગાઝિયાબાદ, મેરઠ પ્રાદેશિક કોરિડોર પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો. આજે, સાહિબાબાદથી દુહાઈ ડેપો સુધીના તે પટ પર નમો ભારતનું સંચાલન શરૂ થઈ ગયું છે.' તે ઉપરાંત એવું પણ કહ્યું હતું કે  "દિલ્હી-મેરઠનો આ ટ્રેક એક શરૂઆત છે. પ્રથમ તબક્કામાં, દિલ્હી, યુપી, હરિયાણા, રાજસ્થાનના ઘણા વિસ્તારોને નમો ભારત ટ્રેન દ્વારા જોડવામાં આવનાર છે.


મને નાના સપના જોવાની આદત નથી - પીએમ મોદી 

જો હું રાજસ્થાનનો ઉલ્લેખ કરું તો અશોક ગેહલોત જીની ઉંઘ બગડશે. ભવિષ્યમાં દેશના બાકીના ભાગમાં નમો ભારત જેવી સિસ્ટમ બનાવવામાં આવશે. આગામી 10 વર્ષમાં સમગ્ર રેલવે બદલાતી જોવા મળશે. મને નાના સપના જોવાની આદત નથી. કે મને મરતાં મરતાં ચાલવાની આદત પણ નથી. આ દાયકાના અંત સુધીમાં તમને ભારતની ટ્રેનો વિશ્વમાં કોઈનાથી પણ પાછળ રહેલી જોવા મળશે નહીં."


કોંગ્રેસના નેતાઓએ ટ્રેનના નામ પર કર્યો કટાક્ષ  

નમો ભારત ટ્રેનનું નામ રાખવાથી રાજનીતિ શરૂ થઈ ગઈ છે. નામ પર કોંગ્રેસના નેતાઓએ કટાક્ષ કર્યો છે. કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે કહ્યું કે નમો સ્ટેડિયમ પછી હવે નમો ટ્રેન. તે ઉપરાંત પવન ખેરાએ કહ્યું કે માત્ર ભારત જ શા માટે? ચલો દેશનું નામ બદલીને નમો ભારત કરી દો. 



આજના સમયમાં સોશ્યિલ મીડિયાનું ઘેલું લોકોને કેટલું લાગ્યું છે તે આ કિસ્સા પરથી ખબર પડશે . યુવક પોતાના ઓછા ઇન્સ્ટાગ્રામ ફોલોવર્સ સાથે ખુબ નિરાશ હતો . આ કારણ હતું કે તેણે ઝેર પીને આપઘાતનો પ્રયાસ કર્યો.

ભારતના એક બિઝનેસવુમેનની અલાસ્કાના એરપોર્ટ પર ખુબ રીતે એફબીઆઈ દ્વારા તપાસ કરવામાં આવી છે. આટલુંજ નહિ અગાઉ ન્યુયોર્ક એરપોર્ટ પર આવી જ હરકત ભારતના તત્કાલીન રાષ્ટ્રપ્રમુખ એ પી જે અબ્દુલ કલામ સાથે કરી હતી.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નિર્ણયથી દુનિયાભરના શેરમાર્કેટમાં ગિરાવટ આવી છે સાથે જ યુરોપના નાનકડા દેશ લક્ઝમબર્ગમાં યુરોપીઅન યુનિયનના બધા જ નાણાં મંત્રીઓની બેઠક બોલાવવામાં આવી હતી . આ બાજુ કેનેડામાં ૨૮મી એપ્રિલના રોજ ત્યાં ફેડરલ ઈલેક્શન છે તેમાં વર્તમાન પીએમ માર્ક કારની તમામ સર્વેમાં આગળ ચાલી રહ્યા છે.

રાજકોટમાં શાસ્ત્રીનગર પાસે પોલીસ લખેલી કાર અને બાઈક રસ્તા પર જઈ રહ્યાં હતા. બાઈક સવાર આગળ હતો અને પોલીસ લખેલી કાર પાછળ હતી. ફુલ નશાની હાલતમાં હતો પોલીસ કોન્સ્ટેબલ અને એટલે કાર બાઈક સાથે ટકરાઈ. શાસ્ત્રીનગર પાસે નાના મવા રોડ પર યુવકના બાઈક સાથે કાર ટકરાઈ એટલે એણે એવું કહ્યું કે ધ્યાનથી ગાડી ચલાવો. તો પોલીસ કોન્સ્ટેબલનો પિત્તો ગયો. એમણે લાકડી હાથમાં લીધી અને અને યુવકો પર કરી દીધો હુમલો.