દેહરાદુન- દિલ્હી વચ્ચે ચાલનારી વંદે ભારત ટ્રેનને પીએમ મોદીએ બતાવી લીલી ઝંડી! પોતાના ભાષણમાં કરી આ વાત!


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-05-25 15:07:26

દેશના અનેક રાજ્યોને વંદે ભારત ટ્રેનની ભેટ મળી ચૂકી છે. ત્યારે દેશને આજે વધુ એક વંદે ભારત ટ્રેનની ભેટ મળી છે. પીએમ મોદીએ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી દિલ્હી દેહરાદુન વચ્ચે વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવી છે. ટ્રેનની શરૂઆત કરાયા બાદ પીએમ મોદીએ કહ્યું કે દિલ્હી અને દેહરાદુન વચ્ચે ચાલતી આ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન દેશની રાજધાનીને વધુ ઝડપી ગતિએ જોડશે. આ ટ્રેનથી દિલ્હી અને દેહરાદુન વચ્ચેની મુસાફરી 4.45 કલાકમાં થઈ જશે. વધુમાં તેમણે કહ્યું કે પર્વતમાલા યોજના ઉત્તરાખંડનું ભવિષ્ય બદલવા જઈ રહી છે. આ ટ્રેન શરૂ થવાથી રાજ્યમાં આવતા મુસાફરો માટે લાભદાયક રહેશે.

        

આગળની સરકાર પર પીએમ મોદીએ સાધ્યું નિશાન! 

વીડિયો કોન્ફરન્સના માધ્યમથી પીએમ મોદીએ વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવી છે. ઉત્તરાખંડને પ્રથમ જ્યારે દેશને 18મી વંદે ભારત ટ્રેન મળી છે. પીએમ મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે પહેલાની સરકારને માત્ર પોતાના સામ્રાજ્યની ચિંતા હતી. સામાન્ય લોકો તેમની પ્રાથમિકતા ન હતા. પહેલાની સરકારે માત્ર વાયદા કર્યા,પરંતુ તેને પૂરા નથી કર્યા. રેલવેની પણ અવગણના કરી. દેશની જરૂરતોને સમજ્યા પણ નથી. પરિવારવાદમાં રહ્યા. ભારતમાં હાઈ સ્પીડ ટ્રેનોને લઈ દાવા કરવામાં આવ્યા, અનેક વર્ષો વીતી ગયા. હાઈસ્પીડ ટ્રેન તો છોડો પરંતુ રેલવે નેટવર્કથી માનવ રહિત ફાટક પણ નથી હટાયા. પરંતુ અમારી સરકારે 2014 પછી રેલવેને બદલવા માટે કામ કર્યું. 


વિદેશ પ્રવાસનો પીએમે કર્યો ઉલ્લેખ!

ભાષણ દરમિયાન પીએમ મોદીએ પોતાના પ્રવાસનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે તે હમણાં જ ત્રણ દેશોનો પ્રવાસ કરી ભારત પરત આવ્યા છે. સમગ્ર દુનિયા ભારત પાસેથી આશા રાખીને બેઠા છે. અનેક સંકટોનો સામનો કરવા છતાંય થોડા વર્ષોમાં ભારતે જે રીતે અર્થવ્યવસ્થા મજબૂત કરી છે, તેની પ્રશંસા દુનિયામાં થઈ રહી છે.    

ઉત્તરાખંડના મુખ્યમંત્રી રહ્યા હતા હાજર!

જે વંદે ભારત ટ્રેનની શરૂઆત થઈ છે તે અઠવાડિયાના 6 દિવસ દોડશે. સવારે સાત વાગ્યે દેહરાદુનથી સફર શરૂ થશે અને પોણા બાર વાગ્યાની આસપાસ દિલ્હીના આનંદ વિહાર રેલવે સ્ટેશન પહોંચશે. 28 મે થી આ ટ્રેન સત્તાવાર રીતે શરૂ થશે. આ કાર્યક્રમમાં રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ અને ઉત્તરાખંડના મુખ્યમંત્રી હાજર રહ્યા હતા.  



વંદે માતરમ્ પાસે ફ્લેટમાં રહેતા નીલ પટેલ નામના એક વ્યક્તિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો જેમાં એ એક ગોલ્ડન રીટ્રીવર કૂતરાના ચાર પગે દોરી બાંધી એને લાકડીથી માર મારે છે.

અમદાવાદના આંબલી બોપલ રોડ પર આજે સવારના સમયે ઓડી કાર લઈને એક નબીરો નીકળે છે અને અનેક વાહનોને અડફેટમાં લે છે... ત્યાં હાજર લોકોના જણાવ્યા અનુસાર કાર ચાલક ફૂલ પીધેલી હાલતમાં હતો અને અંદર બેસીને સિગરેટ પિતો હતો

વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..