'કાશ્મીર હોય કે અરુણાચલ, અમે દેશમાં ગમે ત્યાં કરી શકીએ છીએ G20 મીટિંગ' : PM મોદી


  • Published By :
  • Published Date : 2023-09-03 19:34:22

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે દેશના દરેક ભાગમાં જી-20ની બેઠકોનું આયોજન કરી શકીએ છીએ. PM મોદીએ અરુણાચલ પ્રદેશ અને કાશ્મીરમાં G20 બેઠકોના આયોજન પર ચીનના વાંધાઓને ફગાવી દીધા હતા. ઉલ્લેખનિય છે કે ભારતને પ્રથમ વખત G20 જેવા મોટા દેશોના સંગઠનનું પ્રમુખપદ મળ્યું છે. G20 સમિટ માટે વિદેશી નેતાઓ 9-10 સપ્ટેમ્બરે ભારત આવી રહ્યા છે. કેન્દ્ર સરકાર દિલ્હીના પ્રગતિ મેદાન સ્થિત ભારત મંડપમમાં વિદેશી નેતાઓનું સ્વાગત કરવાની તૈયારી કરી રહી છે. ભારતની અધ્યક્ષતામાં જમ્મુ-કાશ્મીર અને અરુણાચલ પ્રદેશ સહિત ઘણી જગ્યાએ જી-20 બેઠકોનું આયોજન કરવામાં આવ્યું હતું. 


PM મોદીએ કહી આ મોટી વાત


PM મોદીએ કહ્યું કે ભારતની સંસ્કૃતિ અને વિવિધતા બતાવવા માટે સરકારે દેશના અલગ-અલગ ભાગોમાં જી-20 બેઠકોનું આયોજન કર્યું હતું. આ બેઠકો અરુણાચલ પ્રદેશ અને જમ્મુ-કાશ્મીરમાં પણ યોજાઈ હતી. ચીન અને પાકિસ્તાને આનો વિરોધ કર્યો હતો કારણ કે ચીન અરુણાચલ પ્રદેશને માને છે અને પાકિસ્તાન જમ્મુ-કાશ્મીરને 'વિવાદિત' માને છે. મીડિયાને આપેલા ઈન્ટરવ્યુમાં વડા પ્રધાને ચીન, પાકિસ્તાનના વાંધાઓને ફગાવી દીધા હતા અને કહ્યું હતું કે 'આ પ્રશ્ન તે સમયે માન્ય હોત જો અમે તે સ્થળોએ બેઠકો યોજવાનું ટાળ્યું હોત'. આપણો દેશ વિશાળ અને વિવિધતાઓથી ભરેલો છે. દેશમાં G20ની બેઠકો યોજાઈ રહી છે ત્યારે તે દેશના દરેક ભાગમાં યોજાય તે સ્વાભાવિક છે."


આફ્રિકન યુનિયનને G20નો હિસ્સો બનાવવાની હિમાયત


પીએમ મોદીએ ફરી એકવાર આફ્રિકન યુનિયનને G20નો હિસ્સો બનાવવાની હિમાયત કરી. પ્રધાનમંત્રીએ કહ્યું કે જી-20માં આફ્રિકા અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે. દરેકની વાત સાંભળ્યા વિના સારા ભવિષ્યની યોજના બનાવી શકાતી નથી. તેમણે કહ્યું કે ભારતે જી-20ના પ્રમુખપદ માટે વસુધૈવ કુટુમ્બકમની થીમ પસંદ કરી છે. આ માત્ર એક સ્લોગન નથી પણ આપણી સંસ્કૃતિ છે.



અમદાવાદના આંબલી બોપલ રોડ પર આજે સવારના સમયે ઓડી કાર લઈને એક નબીરો નીકળે છે અને અનેક વાહનોને અડફેટમાં લે છે... ત્યાં હાજર લોકોના જણાવ્યા અનુસાર કાર ચાલક ફૂલ પીધેલી હાલતમાં હતો અને અંદર બેસીને સિગરેટ પિતો હતો

વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.