PM Modiએ વારાણસી લોકસભા બેઠક પરથી ત્રીજી વખત ભર્યુ ઉમેદવારી ફોર્મ, નામાંકન પહેલા કરી ગંગા પૂજા.. આ દિગ્ગજ નેતાઓ રહ્યા હાજર, જુઓ વીડિયો


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-05-14 13:03:59

દેશમાં લોકસભા ચૂંટણી ચાલી રહી છે.. ચાર તબક્કા અંતર્ગત મતદાન પૂર્ણ થઈ ગયું છે.. ઉમેદવારો ઉમેદવારી ફોર્મ ભરી દાવેદારી નોંધાવી રહ્યા છે ત્યારે વારાણસી બેઠક માટે પીએમ નરેન્દ્ર મોદીએ આજે દાવેદારી નોંધાવી છે.. વારાણસી લોકસભા સીટ પરથી તેમણે ઉમેદવારી ફોર્મ ભર્યું છે. સતત ત્રીજી વખત પીએમ મોદીએ વારાણસીથી દાવેદારી નોંધાવી છે.. પીએમ મોદી જ્યારે ફોર્મ ભરવા ગયા ત્યારે અનેક કેન્દ્રીય મંત્રીઓ હાજર હતા.. મહત્વનું છે કે ગઈકાલે પીએમ મોદીએ ભવ્ય રોડ શો કર્યો હતો અને તેમને જોવા માટે મોટી જન મેદની ઉમટી હતી..  


ગઈકાલે પીએમ મોદીએ કર્યો હતો ભવ્ય રોડ શો

વારાણસી લોકસભા બેઠક પરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દાવેદારી નોંધાવી છે.. શુભ મુહુર્તમાં તેમણે દાવેદારી નોંધાવી છે... 2014,2019માં તેમણે વારાણસી લોકસભા બેઠક પરથી દાવેદારી નોંધાવી હતી, જીત હાંસલ કરી હતી.. અને આ વખતે પણ આ બેઠક પરથી તે દાવેદારી નોંધાવી રહ્યા છે.. દાવેદારી નોંધાવા જાય તેની પહેલા ગઈકાલે પીએમ મોદીએ ભવ્ય રોડ શો કર્યો હતો અને શક્તિ પ્રદર્શન કર્યું હતું.. પીએમ મોદીની સાથે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ હાજર હતા...

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખી ભાવુક પોસ્ટ

ઉમેદવારી ફોર્મ ભરવા જતી પહેલા પીએમ મોદીએ ગંગા પૂજા કરી હતી.. ઉપરાંત કાલ ભૈરવના દર્શન પણ કર્યા હતા.  ઉમેદવારી ફોર્મ ભરવા જાય તેની પહેલા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પીએમ મોદીએ ભાવુક પોસ્ટ મૂકી હતી.. પોસ્ટમાં તેમણે લખ્યું કે अपनी काशी से मेरा रिश्ता अद्भुत है, अभिन्न है और अप्रतिम है… बस यही कह सकता हूं कि इसे शब्दों में व्यक्त नहीं किया जा सकता! તે ઉપરાંત બીજી એક પોસ્ટમાં તેમણે લખ્યું કે काशी के मेरे परिवारजनों ने रोड शो में जो स्नेह और आशीर्वाद बरसाया, वह मेरे जीवन का अविस्मरणीय क्षण बन गया है। મહત્વનું છે કે વારાણસીમાં સાતમા તબક્કા અંતર્ગત મતદાન થવાનું છે.. પહેલી જૂનના રોજ જે બેઠક પર મતદાન થવાનું છે જ્યાંથી ઉમેદવાર હશે પીએમ મોદી..  



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?